Comments

આપણા વર્તમાનમાં ભૂલાયેલા દેશના ભવિષ્યના ઘડવૈયા

ગયા મહિને મારા જાણીતા બે ઘરડા ભારતીયોનું અવસાન થયું. એક મુંબઈમાં, બીજા બેંગલુરુમાં. બંને જીવનમાં નેવું વટાવી સાલના અંતમાં હતા. એક ઉદયપુરના રજવાડામાં મોટા થયા, બીજા મદ્રાસ પ્રેસિડેન્સીના ટાઉનમાં. બ્રિટીશ રાજનાં છેલ્લાં વર્ષોમાં બંને જુવાનીમાં આવ્યા. બંનેને જુવાનીથી જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારે રસ. બંને એન્જિનિયર તરીકે શિક્ષિત થયા. પહેલાં બ્રિટિશ ઈન્ડિયામાં અને પછી યુનાઇટેડ કિંગ્ડમમાં. બંને ત્યાં રહી શક્યા હોત, આરામદાયક જીવન જીવી શક્યા હોત, તેમ છતાં બંને 1947 પછી થોડા સમય બાદ તેમના નવા સ્વતંત્ર દેશમાં કામ કરવા પાછા આવ્યા.

સ્વદેશ પરત ફર્યા પછી ન તો ભારતમાં કામ કરતી મલ્ટી નેશનલ કંપનીઓ કે ટાટા, કિર્લોસ્કર્સ જેવી ભારતીય માલિકીની પ્રાઈવેટ એન્જિનિયરિંગ કંપનીમાં જોડાયા. બંનેએ તેના બદલે ઓછા ફાયદાકારક (કદાચ તેમની નજરમાં વધુ સન્માનનીય હોય) જાહેર ક્ષેત્રમાં કામ કરવાનું પસંદ કર્યું. હમણાં મૃત્યુ પામેલા આ બે ભારતીયો એકબીજાના જીવિત હોવા વિશે સંપૂર્ણપણે અજાણ હતા. મને તે બંનેને જાણવાનું સૌભાગ્ય મળ્યું, કારણ કે એક તો મારા પિતાના નાના ભાઈ હતા. બીજા મારા નજીકના દોસ્તના પિતા હતા. આશ્ચર્યજનક રીતે તેઓ સરખું જીવન જીવ્યા છે અને તેઓ જે વિસ્તૃત રીતે સરખા કામ કરતા.

આ બધાએ મને આ દેશ જેને આપણે પોતાનો કહીએ છીએ તેના ભૂલાઈ ગયેલા ભારતીયો વિશે લખવા માટે પ્રેરિત કર્યો.
બંનેમાંથી કોઈ પણ શ્રીમંત પરિવારમાં જન્મ્યા ન હતા, પણ સંસ્કારની દૃષ્ટિએ તેઓ વારસાગત ખાનદાની હતા. બંને ઉચ્ચ જ્ઞાતિના અને તે સમયે સત્તા અને પ્રતિષ્ઠાની ભાષા ગણાતી અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હતા. આ વિશેષાધિકારોએ તેમને એવી તકો પૂરી પાડી જે તેમના સમયના કામ કરતા સામાન્ય ભારતીય પુરુષ કે સ્ત્રીઓને ન મળી હોત, જેમ કે સારી શાળા, ખાસ ટેક્નિક્લ શિક્ષણ અને નોકરી માટે અઢળક મોકા. તેમણે કહ્યું, નવાઈ એ પમાડે છે કે તેઓએ આનો ઉપયોગ આર્થિક ફાયદા કે સફળતા માટે ન કર્યા. સ્વાતંત્ર્ય લડાઈના આદર્શો ખાસ કરીને ગાંધી અને નેહરુ જેવા નેતાઓથી પ્રેરિત થઈ તેમના શિક્ષણ અને સ્કિલનો ઉપયોગ દેશની સેવામાં વાળવાનો પ્રયત્ન કર્યો.

મારા દોસ્તના પિતા જે ઉદયપુરના એન્જિનિયર હતા તેમણે આખું વ્યાવસાયિક જીવન ભારતીય રેલવેમાં કાઢ્યું. કરોડો ભારતીયો કામે જવા માટે, રજામાં ઘરે જવા, અંગત કે પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા ટ્રેનનો આધાર રાખે છે. રેલવે સિસ્ટમની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા પર પ્રજા નિર્ભર છે. મારા મિત્રના પિતાએ રેલવેની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતામાં વધારો કરવા મુંબઈ-વડોદરા ટ્રેન લાઇનને સ્ટીમમાંથી ઇલેક્ટ્રિક લાઇનમાં બદલવાનું કામ કર્યું. રેલવે ખૂબ મહત્ત્વપૂર્ણ સંદેશા-વ્યવહારનું માધ્યમ છે, અને આ રેલવે એન્જિનિયરે તેમના કામથી અસંખ્ય લોકોની મુસાફરીને ઝડપી તેમજ ઓછી પ્રદૂષિત કરવામાં મદદ કરી.

મારા પપ્પાના નાના ભાઈ, જે એન્જિનિયર હતા, વ્યાવસાયિક કારકિર્દીનો પહેલો ભાગ તેમણે ભારતીય વાયુસેનામાં વિતાવ્યો; બીજો મહત્ત્વપૂર્ણ ભાગ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં. તેમણે HALમાં ભારત માટે ડિફેન્સ સાધનો બનાવવામાં મદદ કરી. તેમણે સૌ પ્રથમ HF-24 જેવા સ્વદેશી ડિઝાઇન કરેલા એરક્રાફ્ટ પર કામ કર્યું, બાદમાં MIG-21 જેવા વિદેશી એરક્રાફ્ટના ઘરેલુ ઉત્પાદન કરવા મદદ કરી. ભારતના આકાશને વધારે સલામત અને ભારતીયોને વધુ આત્મનિર્ભર બનાવ્યા.

હું મારા કાકાથી ઘણો નજીક હતો અને કદાચ તેમના કારણે જ મેં દેશમાં રહી કામ કરવાનો નિર્ણય કર્યો. HALમાંથી નિવૃત્ત થયા પછી, તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં ભણાવતા અને એરોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના વિકાસમાં મદદ કરી. માણસાઈની કેળવણીમાં કાકાના યાંત્રિક જ્ઞાનની સમજ ઓછી મળી, પરંતુ એમના જાતિ કે ધાર્મિક સાંપ્રદાયિકતાના અભાવથી હું ઘણો પ્રભાવિત હતો. આ ગુણ કદાચ તેમના પોતાના સમાજ સુધારક કાકા રજવાડાના મૈસુરમાં દલિતોના અધિકાર માટે જાણીતા લડવૈયા આર.ગોપાલસ્વામી અય્યર પાસેથી આવ્યા હોઈ શકે છે;

બાદમાં આ એન્જિનિયરને કદાચ શરૂઆતી ભારતીય વાયુસેનામાં દેશની સાંસ્કૃતિક વિવિધતા વિશે અપાર સમજ અને આદર વધાર્યો. મેંગ્લોરમાં ઉછરેલા આ છોકરાએ બનારસમાં તેની પ્રથમ ડિગ્રી લીધી અને તેની છેલ્લી નોકરી ઓડિશાના આદિવાસી પ્રદેશોમાં સ્થિત HAL ફેક્ટરીની કામગીરીની દેખરેખની હતી. MA ના વિદ્યાર્થી તરીકે મેં થોડાં અઠવાડિયાં તે ફેક્ટરીમાં ફિલ્ડવર્ક કર્યું હતું અને ફેક્ટરીના તમામ કામદારો મેનેજિંગ ડાયરેક્ટરનો જે રીતે આદર કરતા તેનાથી હું પ્રભાવિત થયો હતો.

ઉદયપુરના એન્જિનિયરને હું વધારે જાણતો નહીં, પણ મેં કહ્યું એમ કે થોડી ઘણી મુલાકાતમાં જાણી ગયો કે તેઓ પણ ભારત વિશે સરખા વિચાર ધરાવે છે. તેમની શાળા ‘વિદ્યા ભવન’ દ્વારા ઘડવામાં આવ્યા હતા, જેણે પ્રગતિશીલ શિક્ષણમાં પહેલો પ્રયોગ કરી ‘કર’ અને ‘કળા’ બંનેમાં કામ કરવા રસ કેળવ્યો. રેલવેમાં જોડાવાથી તેમની સામાજિક સમજ વધુ ઊંડી બની, આર્મ્ડ ફોર્સ કરતાં રેલવેના કર્મચારી ભારતીયોની વિવિધતાથી વધુ નજીક છે. આ એન્જિનિયરનું કામ મૂળ વતન રાજસ્થાનથી ભૌગોલિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ખૂબ અલગ વિસ્તારમાં હતું. તેમનાં ટેકનિકલ કાર્યો દ્વારા જેમની મુસાફરી સરળ બની મોટા ભાગે તે લોકો તેમના કરતાં અલગ સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિના હતા.

ઉત્તર અને દક્ષિણના આ એન્જિનિયર, બંનેની જાહેર સેવા ક્ષેત્રે કારકિર્દી ખૂબ સારી હતી. તેમનું અંગત જીવન પણ એવું જ હતું. બંને પ્રેમાળ પિતા, ચીવટ પતિ અને વફાદાર અને હમદર્દ મિત્રો હતા. બંનેને એન્જિનિયરિંગથી ઈતર રસ પણ હતો – ઉદાહરણ તરીકે, સાહિત્યનું ગંભીર વાચન, બંને મોટા ભાગના ભારતીય પુરુષોની મગરૂરીથી દૂર હતા. જ્યારે મારા કાકાનું અવસાન થયું, ત્યારે મારી પત્ની, જે તેમને ચાળીસ વર્ષથી ઓળખતી, ઓરવેલે ગાંધીજી માટે જે કહેલું તે યાદ કરતાં બોલી ‘how clean a smell he leaves behind’ જે મારા મિત્રના પિતા માટે પણ ચોક્કસપણે સાચું હતું. ‘કેટલી નિખાલસ યાદો છોડી ગયા.’

આ બંને એન્જિનિયરોને તેમના નામથી ઓળખવાનો કદાચ સમય આવી ગયો છે. કર્ણાટકના એન્જિનિયરનું નામ સુબ્રમણ્યમ ચેન્ના કેશુ હતું; રાજસ્થાનના એન્જિનિયરનું નામ ગોપાલ ત્રિવેદી. એમના મિત્રો, પરિવાર, સાથી કર્મચારીઓ ખૂબ જ પ્રેમ કરતા હતા. આ બંને વ્યક્તિનો તેમના માટે શું અર્થ છે એ જણાવતી યાદો સાથે હતી. હું અહીં તેમના વિશે લખું છું કારણ કે તેમનું જીવન અર્થપૂર્ણ છે. તેમને વ્યક્તિગત રીતે નહીં જાણતાં ભારતીયો માટે પણ. બંને દેશનાં સાચા સર્જક હતા. ભલે આપણું વર્તમાન રાષ્ટ્રના ભૂતકાળને એ રીતે જોવા પ્રોત્સાહિત નથી કરતું.

‘‘પિછલે આઠ-નૌ સાલ મેં…’’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં ઘણાં ભાષણોમાં છેલ્લાં આઠ-નવ વર્ષમાં દેશે કરેલી પ્રગતિ વિશે વાત કરી છે, એટલે કે પોતે જે સમયથી પદ પર રહ્યા તે વર્ષોની, આશ્ચર્યજનક વાત એ છે કે મોદી અગાઉના એનડીએ શાસનમાં વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં કરવામાં આવેલા ઈનફ્રાસ્ટ્રકચર સુવિધાઓ અને રેગ્યુલેશન જેવા ઠોસ કામને કેમ સ્વીકારતા નથી. દેશની ‘પ્રગતિ’ પર મોદીની ડંફાસોને પછી કેબિનેટ મંત્રીઓ અને સોશ્યલ મિડિયા સેલ દ્વારા તેમની નજર નીચે ફેલાવવામાં આવે છે. તેમને જોઈને કે સાંભળીને એવું લાગશે કે 2014 પહેલાં ભારત આર્થિક અને ટેક્નિકલ બાબતે પછાતપણામાં ડૂબેલું હતું.

એક અલગ કથન છે કે ફ્રી માર્કેટનાં તજ્જ્ઞો દેશની પ્રગતિને થોડી વહેલી જણાવશે. સૌ પ્રથમ 1991 પછી જ્યારે આર્થિક ઉદારીકરણની નીતિઓ અમલમાં આવી ત્યારે ભારતે ખરેખર વિકાસ કરવાનું શરૂ કર્યું. આ કિસ્સામાં નરેન્દ્ર મોદીના સ્વ-ઘોષિત વિકાસવાદ કરતાં વધુ સચ્ચાઈ છે; તેમ છતાં જે રીતે આઝાદી અને વડા પ્રધાન તરીકે નરસિમ્હા રાવ અને નાણાંમંત્રી તરીકે મનમોહન સિંઘના આગમન વચ્ચેનાં અડતાલીસ વર્ષોમાં દેશના કલ્યાણ માટે અથાગ કામ કરનારા એ ભારતીયોનું અપમાન જ છે.

1947માં ભારત અત્યંત ગરીબ, વિભાજિત અને મોટા ભાગે અશિક્ષિત હતું. અંદરોઅંદર યુદ્ધ, લશ્કરી સરમુખત્યારશાહી, દુષ્કાળથી તો એક જ સમયે આ બધાં ભયંકર પરિબળો વચ્ચે દેશ તેની નબળાઈ અને વિરોધાભાસના વજન હેઠળ પતન થવાની સ્થિતિમાં હતો. પણ ભારત સંગઠિત રહ્યું, લોકશાહીનું દૃષ્ટાંત બન્યો, ખેતીમાં સ્વનિર્ભરતા હાંસલ કરી, મજબૂત ટેકનોલોજીકલ અને ઔદ્યોગિક આધાર બનાવ્યો. જો 1947 અને 1991 ની વચ્ચે આ સંગઠિત સંસ્થાઓ અને માળખાકીય પાયાનું નિર્માણ ન થયું હોત, તો કોઈ IT કે BT ક્રાંતિ થઈ ન હોત, કોઈ સ્ટાર્ટ-અપ કલ્ચર ન હોત, કોઈ પાન ઈન્ડિયા માર્કેટ ન હોત. તેમના વિના ખરેખર કોઈ ભારત જ ન હોત.

આ કૉલમમાં જણાવેલા સુબ્રમણ્યમ ચેન્નાકેશુ અને શ્રી ગોપાલ ત્રિવેદી આજે પણ ખૂબ પ્રાસંગિક છે. આ બંને લાખો ભારતીયોમાં એક હતા, જેમણે સિવિલ સર્વિસ, સેના, રેલવે અથવા ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં નોકરી કરતા હોય, પછી ભલે ખેતર, કારખાનાં, શાળા, કોલેજ, હોસ્પિટલમાં કામ કે રીસર્ચ કરતાં હોય, તેમણે એ સુનિશ્ચિત કર્યું કે આવનારી પેઢી માટે નિર્માણ કરવા એક ભારત હશે અથવા (હવે જો પસંદ કરે તો) નાશ કરવા માટે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top