Charchapatra

યજ્ઞની નિરર્થકતા પુરવાર થઈ

ગુજરાત સરકારનું અંધશ્રદ્ધા વિરોધી વિધેયક દ્વારા સભામાં સર્વાનુમતે પસાર થયું છે. રાજકોટના એક ડેપ્યુટી કલેક્ટરે રાજકોટ લોકમેળામાં વિઘ્ન ન આવે તે હેતુથી પોતાની સરકારી કચેરીમાં અને કચેરી સમય દરમ્યાન યજ્ઞ યોજીને સરકારી નીતિ વિરૂદ્ધ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરેલ છે. ગત મે 25 તારીખે રાજકોટમાં અગ્નિકાંડ દુર્ઘટનાનાં બાદ લોકમેળામાં કોઇ દુર્ઘટના થવાની તેમને બીક લાગી હશે.

બંધારણથી દેશ ધર્મ નિરપેક્ષ છે. આ બંધારણીય ધર્મ નિરપેક્ષ નીતિ સરકારના નાના-મોટા તમામ કર્મચારીઓને બંધનકર્તા છે. કોઇ કર્મચારી આ નીતિનો ભંગ કરી શકે નહીં. બંધારણ અનુચ્છેદ પ્રમાણે દરેક નાગરિકોની વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની ફરજ છે. આ અધિકારીએ પોતાના હોદ્દા પર રહી તેનાથી વિરૂધ્ધનું કૃત્ય કરેલ છે.
સુરત     – અશ્વિનકુમાર ન. કારીઆ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

૧૬૨ વર્ષે અડીખમ અને અણનમ દૈનિક ગુજરાતમિત્ર!
જાણે અવતારી ઈશ્વર કે, તપસ્વી ઋષિમુનિ કનેથી દીર્ધાયું અને શતાયુનાં છુપા આશીર્વાદ લીધા બાદ શતક ઓળંગી સદી પાર કરી તંદુરસ્ત હરીફાઈનાં સમયમાં સામેના એક છેડે સ્ટાન્ડર્ડ દૈનિક ‘ગુજરાતમિત્ર’ ૧૬૨ વર્ષે પણ  અણનમ અને અડીખમ ઉભેલ છે! હરહંમેશ લોકહૃદયમાં ધબકતું સ્ટાન્ડર્ડ દૈનિક એ દિનચર્યાનો એક ભાગ છે! બીજા શબ્દોમાં વાચકો ચાહકોનું જાણીતું માનીતું અને લોકપ્રિય દૈનિક હજીયે નવયુવાન છે અને તેનું યૌવન થનગને છે તેથી તે લોકમિત્ર પણ છે, ઇ-પેપરનાં આધુનિક યુગમાં સને ૧૯૭૦થી તેનો રેકોર્ડ ઇન્ટરનેટ ઉપર પણ ઉપલબ્ધ છે! ખેર, તળ સુરતનાં કોટ વિસ્તારથી લઇ દક્ષિણ ગુજરાત સુધી ઠેરઠેર ફેલાયેલ સ્ટાન્ડર્ડ દૈનિકનો વ્યાપ છેક દેશ વિદેશ સુધી પથરાયેલ છે! ખેર, ૧૬૨ વર્ષની સાલગીરી નિમિતે શહેર સુરત – વડોદરાથી પ્રગટ અને પ્રસિદ્ધ થતા દૈનિક ‘ગુજરાતમિત્ર’ને સંત સુરા તરફથી હાર્દિક  શુભેચ્છા અને દિલી અભિનંદન હજો! ખૂબ જીવો અને તંદુરસ્ત રહો! વેલ્ડન એન્ડ ગોલ્ડન ગુજરાતમિત્ર!
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top