સુરત: પશ્ચિમ રેલવેએ (WesternRailway) ઉનાળા વેકેશન (SummerVacation) દરમિયાન વધારાના ભાડા (Rent) સાથે કેટલીક સ્પેશિયલ ટ્રેનો (SpecialTrain) દોડાવી હતી. તેમાં પ્રવાસીઓનો (Passangers) ધસારો રહેતાં પશ્ચિમ રેલવેએ ઉધના-હિસાર, સુરત-સુબેદારગંજ સહિતની ટ્રેનોના ફેરા વધારવાના જાહેરાત કરી છે.
- ઉધના-હિસાર, સુરત-સુબેદારગંજ અને મુંબઈ ભુસાવલ સહિતની ટ્રેનોના ફેરા વધારાયા
- આ સિવાયની મુંબઈ-કાનપુર, ઇંદોર-પુણે, બાંદ્રા-ગોરખપુર સહિતની ટ્રેનોનો પણ સુરતને લાભ મળશે
પશ્ચિમ રેલવેનાં સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન નં.09051-09052 મુંબઈ-ભુસાવલ-મુંબઈ ટ્રાયવિકલી સ્પેશિયલ ટ્રેન જે પહેલા 1 જુલાઈ સુધી દોડનાર હતી, તે ટ્રેન હવે 1 ઓક્ટોબર સુધી દોડશે. ટ્રેન નં.09207-09208 બાંદ્રા-ભાવનગર-બાંદ્રા એક્સપ્રેસ જે પહેલા 30 જૂન સુધી દોડનાર હતી, તે ટ્રેન હવે 28 જુલાઈ સુધી દોડશે.
ટ્રેન નં.09091-09092 ઉધના-હિસાર-ઉધના એક્સપ્રેસ ટ્રેન જે પહેલા 28 જુન સુધી દોડનાર હતી, હવે આ ટ્રેન 27 જુલાઈ સુધી દોડશે. ટ્રેન નં. 90967-09068 વલસાડ-ઉદયપુર-વલસાડ એક્સપ્રેસ જે પહેલા 27 જૂન સુધી દોડનાર હતી, તે હવે 1 ઓક્ટોબર સુધી દોડશે.ટ્રેન નં. 09185-09186 મુંબઈ-કાનપુર એક્સપ્રેસ જે પહેલા 25 જુન સુધી દોડનાર હતી, તે હવે 2 જુલાઈ સુધી દોડશે.
ટ્રેન નં.02200-02199 બાંદ્રા-ઝાસી-બાંદ્રા એક્સપ્રેસ જે પહેલા 1 જુલાઈ સુધી દોડનાર હતી, તે હવે 30 સપ્ટેમ્બર સુધી દોડશે. ટ્રેન નં. 05054-05053 બાંદ્રા-ગોરખપુર-બાંદ્રા એક્સપ્રેસ જે પહેલા 24 જુન સુધી દોડનાર હતી, તે હવે 1 જુલાઈ સુધી દોડશે. ટ્રેન નં. 04126-04125 બાંદ્રા-સુબેદારગંજ-બાંદ્રા એક્સપ્રેસ જે પહેલા 27 જૂન સુધી દોડનાર હતી તે હવે 26 સપ્ટેમ્બર સુધી દોડશે.
ટ્રેન નં. 09117-09118 સુરત-સુબેદારગંજ-સુરત એક્સપ્રેસ જે પહેલા 1 જુસાઈ સુધી દોડનાર હતી, તે હવે 26 ઓગસ્ટ સુધી દોડશે. ટ્રેન નં. 09323-09324 પુણે-ઇંદોર-પુણે એક્સપ્રેસ જે પહેલા 30 જૂન સુધી દોડનાર હતી તે હવે 1 સપ્ટેમ્બર સુધી દોડશે.