Charchapatra

વિસરાતા પાયાના પત્થર

ક્રાન્તિવીરો અને શહીદોની કુરબાનીને સગવડિયા રાજકારણીઓ ભૂલાવી દઇ પોતાની જ આભાસી મહત્તા સ્થાપિત કરવા પ્રયત્નશીલ રહે છે. પહેલાના સપૂતોનાં સ્મૃતિચિહ્‌નો, સ્મારકોને પણ વિસરાવી દેવા તેઓ કાર્યરત રહે છે, નવાં નામાભિધાન અને પરિવર્તિત ઇતિહાસ લાદે છે. વષરોની સેવા પછી પ્રગટેલી સિધ્ધિના પોતે દાવેદાર બની જાય છે. ચૂંટણીનું રાજકારણ રમવા અને અમર થઇ જવાના ઇરાદે પ્રચાર ધમધમાવે છે. ચંદ્રયાનોની વૈજ્ઞાનિક સિધ્ધિઓ માટે પણ એજ પ્રકારના પ્રયાસો થાય છે. ગઇ સદીના બાસઠની સાલથી અંતરિક્ષ ક્ષેત્રની કામગીરી ચાલી હતી.

નહેરૂજી, ઇન્દિરાજી, રાજીવજી જેવા વડાપ્રધાન આધુનિક ભારતનું ઘડતર અને વૈશ્વિક અગ્રતા માટે સતત પ્રયત્નશીલ હતા. વિજ્ઞાન અને ટેકનોલોજીને મહત્વ આપતા હતા. અડસઠની સાલમાં જયારે અમેરિકા સહિત વિશ્વના દેશો જબરી મંદીમાન સપડાયા હતા ત્યારે ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે અર્થતંત્રની અકલ્પ્ય સિધ્ધિ સાથે સધ્ધરતા દર્શાવી હતી એટલું જ નહીં પ્રથમ ચંદ્રયાન પણ અંતરિક્ષમાં મોકલ્યું હતું. ઇસરો જેવી અવકાશ વિજ્ઞાનની સંસ્થાને ધમધમતી કરી હતી. હરિકોટાથી ચંદ્રયાન ફર્સ્ટ છોડી ગગન સિધ્ધિ પ્રાપ્ત કરી હતી. ગુજરાતના ડો. વિક્રમ સારાભાઇ અને હોમીભાભાએ નહેરૂજીને અંતરિક્ષ વિજ્ઞાન પ્રવૃત્તિ, સાહસ, સંશોધન માટે તૈયાર કર્યા હતા ત્યારે દેશની આર્થિક દુર્દશાની સમસ્યા પણ હતી.

ઇસરોના વૈજ્ઞાનિકોએ ક્રાયોજેનિક ટેકનિક આણવા પોતાની સૂઝબૂઝથી ભગીરથ પ્રયાસો કરીને સફળતા મેળવી હતી. આજે અંતરિક્ષ સિધ્ધિ સાથે રાજકીય પ્રસિધ્ધિ સાથે ક્રેડિટ મેળવી લેવાના નિંદનીય પ્રયાસો થઇ રહ્યા છે. ચંદ્રયાન થ્રીના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની કામગીરી સમસ્ત વિશ્વને ચકિત કરી ગઇ છે. ઇસરોની વૈજ્ઞાનિક સિધ્ધિઓ સાથે એક નોંધપાત્ર સિધ્ધિ એ પણ છે કે તેની વૈજ્ઞાનિક ટીમે દેશભકિત, કર્તવ્યનિષ્ઠા અને કૌમી એકતા પણ સાબિત કરી છે.

એ ટીમની અંદર ત્રણ વૈજ્ઞાનિક સપૂતો મુસ્લિમ છે, વળી ગુજરાતને ગૌરવ અપાવે તેવી એક હકીકત બહાર આવી છે કે પ્રજ્ઞાન રોવરના કામના વિભાગના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર વૈજ્ઞાનિક પ્રોફેસર સંતોષ વડવળે વેડછીના વિદ્યાર્થી રહ્યા છે, તાપી જિલ્લામાં તેમનું બાળપણ વીત્યું છે. ઉચ્ચ શિક્ષણ વડોદરામાં મેળવ્યું છે. પ્રજ્ઞાન દ્વારા મળનાર તસ્વીરો, સપાટીનું તાપમાન અને અન્ય વિગતો પર તેમની ટીમ સાથે તેઓ સંશોધન કરશે. હવે તો ચંદ્ર ઉપરાંત અન્ય ગ્રહો અને સૂયરને પણ સ્પર્શતી બાબતો હાથ ધરવામાં આવી છે. અંતરિક્ષ વિજ્ઞાનની પ્રવૃત્તિઓ, સંશોધનો, સિધ્ધિઓ સમસ્ત રાષ્ટ્રને ગૌરવ અપાવે છે અને સિધ્ધિઓ માટે ગંદુ રાજકારણ સગવડિયો એક તરફી પ્રચાર વખોડી જ શકાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પુરુષો સ્ત્રીઓનો આદર કરે
મનુ સ્મૃતિમાં લખવામાં આવ્યું છે કે ‘જયાં સ્ત્રીનો આદર સત્કાર થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે, પણ જયાં તેમનો સ્વીકાર નથી થતો ત્યાન તમામ ધર્મક્રિયાઓ નિષ્ફળ પુરસવાર થાય છે. જયાં પત્ની, ભગિની, પુત્રી, દેરાણી, જેઠાણી, સાસુ, વહુ, નણંદ વગેરે સ્ત્રીઓ શોક કરે છે તે કુળ તત્કળ નાશ પામે છે, પણ જયાં તેઓ શોક કરતી નથી તે કુળ હંમેશા વૃધ્ધિ પામે છે. માટે સમૃધ્ધિના ઇચ્છુક પુરુષોએ પોતાના ઘરની સ્ત્રીઓને પ્રસંગો અને ઉત્સવો દરમિયાન દાગીના, વસ્ત્રો અને ખાનપાનથી નિત્ય સત્કાર કરવો જોઇએ. સ્ત્રી પ્રજોત્પતિ કરતી હોવાથી મહાભાગ્યશાળી છે, પૂજાપાત્ર છે, ઘરની લક્ષમી છે.
વિજલપોર   – ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top