વડોદરા: વડોદરા શહેરમાં નવા વર્ષ 2023નો પ્રથમ દિવસ વિવિધ ઘટનાઓ અને બનાવોથી શરૂ થયો હતો.રાત્રિ દરમિયાન માર્ગ અકસ્માત તો વહેલી સવારે આગની ઘટના બની હતી.શહેરના વૈભવી કહેવાતા એવા અલકાપુરી વિશ્વાસ કોલોનીમાં આવેલા રેસીડેન્સીયલ કોમ્પલેક્ષનાં હેલ્થ સ્ટુડિયોના મીટરમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી હતી આગ પાંચમા માળ સુધી પ્રસરી જતા લોકોના જીવ પડીકે બંધાયા હતા જો કે સમયસર પહોંચેલ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો સદનસીબે જાનહાની થતા ટળી હતી.
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ લાગવાની ઘટના બની હતી.મીટરમાં લાગેલી આગ જોતજોતામાં બિલ્ડિંગના પાંચમા માળ સુધી પ્રસરી ગઈ હતી.જેને પગલે બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પહોંચીને ભારે જમહેત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોના વીજ મીટરમાં અચાનક શોર્ટ સર્કિટ થયા બાદ અચાનક આગ લાગી હતી.
ધુમાડાના ગોટેગોટા નીકળતા આ હેલ્થ સ્ટુડિયોની ઉપર રહેતા લોકોમાં અફરાતરી મચી ગઈ હતી અને લોકો જીવ પડીકે બાંધી તુરંત બિલ્ડીંગની નીચે દોડી આવ્યા હતા અને બનાવની જાણ ફાયર બ્રિગેડને કરી હતી.કોલ મળતાં જ તુરત ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને જવાનોએ તત્કાલ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.જોકે આગની લપેટમાં વીજ મીટર બળીને ખાખ થઈ ગયા હતા. જેના કારણે લોકોને વીજળી વિના હાલાકી બેઠવાની કલાકો સુધી ફરજ પડી હતી.અત્રે નોંધનીય બાબતે છે કે રેસીડેન્સીયલ કોમ્પલેક્ષમાં ચાલતા કોમર્શિયલ હેલ્થ સ્ટુડિયોમાં ફાયર એનઓસી લીધી છે કે કેમ તેમજ ફાયર સેફટીની સુવિધા રાખી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.
ફાયર સેફ્ટી અંગે તપાસ કરવામાં આવશે
અમે આવ્યા ત્યારે વીજ મીટરમાં આગ ચાલુ હતી અને ઘણી મોટી આગ હતી કે જે છેટ ઉપર સુધી ફેલાઈ હતી.અમે આવીને પાણીને મારો ચલાવ્યો હતો અને પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી.નીચે હોસ્પિટલ છે કોમર્શિયલ છે અને ઉપર રેસીડેન્સીયલ છે સવારનો સમય હતો એટલે ઉપર કોઈ હતું નહીં.સમયસર બધા નીચે ઉતરી ગયા હતા ફાયર સેફટી માટે પણ આગળ અમે તપાસ કરીશું. – સબ ફાયર ઓફિસર