વડોદરા: ગુજરાત હાઇકોર્ટની સૂચના બાદ વડોદરા શહેરનું તંત્ર જાગ્યું હતું અને એનઓસી વગર ચાલતી કોવિડ હોસ્પિટલને નોટિસ મારવાનું શરૂ કર્યું હતું. આજે ફાયર બ્રિગેડ દ્વારા વધુ પાંચ કોવિડ હોસ્પિટલને નોટિસ મારવામાં આવી હતી . 3 દિવસમાં ફાયર બ્રિગેડ ૧૯ જેટલી એનઓસી વગર ચાલતી કોવિડ હોસ્પિટલોને નોટિસ મારી હતી. ત્રણ દિવસથી ફાયર બ્રિગેડનું તંત્ર કામગીરી કરી રહ્યું છે. કોરોના મહામારીમાં 224 જેટલી કોવિડ હોસ્પિટલ ને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 96 કોવિડ હોસ્પિટલ પાસે એનઓસી હતી.126 કોવિડ હોસ્પિટલ પાસે એન.ઓ.સી ન હતી ફાયર બ્રિગેડ દ્વારા છ મહિનાથી નોટિસ આપવામાં આવે છે પરંતુ જાડી ચામડીના હોસ્પિટલના સંચાલકો દ્વારા એનઓસી વગર જ કોવિડ હોસ્પિટલ ચલાવી રહ્યા છે.
અને દર્દીઓનો જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે. ત્યારે આજે ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપીને ફરી નાટક શરૂ કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા ગોયાગેટ વિસ્તારમાં આવેલી કષ્ટભંજન હોસ્પિટલ ,વાઘોડિયા રોડ પર આવેલી સનિધિ હોસ્પિટલ, વાઘોડિયા રોડ, સિદ્ધાર્થ હોસ્પિટલ,વાઘોડિયા રોડ, શ્રી વલ્લભ નરસિંગ હોમ, વાસણા રોડ પર આવેલી રાણેશ્વર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ને નોટિસ મારવામાં આવી હતી. નોટિસ માર્યા બાદ હોસ્પિટલના સંચાલક નવા કોવિડ દર્દી ને દાખલ કરી સારવાર કરી શકે નહીં.
તંત્ર દ્વારા 126 જેટલી હોસ્પિટલ પાસે એનઓસી નથી જેમાં ૧૯ જેટલી એનઓસી વગર ચાલતી હોસ્પિટલોને નોટિસ મારવામાં આવી છે ત્યારે 107 હોસ્પિટલને હજુ પણ એનો વગર ચાલી રહી છે જો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં નહીં આવે તો જો મોટી કોઈ દુર્ઘટના ઘટે તો આનો જવાબદાર કોણ?
તંત્ર દ્વારા એનઓસી વગર ચાલતી કોવિડ હોસ્પિટલને માત્ર નોટિસ મારવામાં આવે છે કે નથી સીલ કરવામાં આવતી નોટિસ મારી ને માત્ર હોસ્પિટલના સંચાલક દ્વારા કોરોનાના નવા દર્દીઓને દાખલ કરવામાં નહીં આવે પરંતુ સીલનો ખરો મતલબ એ થાય છે કે હોસ્પિટલનો પાણી અને વીજળીનું કનેક્શન જે ગેરકાયદે હોય તે કટ કરી દેવું અને મેન દરવાજો બંધ કરી દેવો પણ ફાયર બ્રિગેડ દ્વારા માત્ર નોટિસ મારી ને ભ્રષ્ટાચાર ને આમંત્રણ આપી રહ્યું છે. હોસ્પિટલના સંચાલક દ્વારા નવી મર્સિડીઝ ગાડી લેવામાં આવે છે પરંતુ ફાયર બ્રિગેડ માંથી એન.ઓ.સી લેવામાં આવતી નથી.
હોસ્પિટલના સંચાલક દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા જે નોટિસ મારવામાં આવે છે ત્યારબાદ હોસ્પિટલના સંચાલક મોટા માથાઓના શરણે જાય છે જેમાં સંગઠનના પદાધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર કોર્પોરેટર, ધારાસભ્ય તેઓના ગોડફાધરને કહીને વહીવટ કર્યા બાદ ફાયર બ્રિગેડ દ્વારા જે નાટક કરવામાં આવે છે ત્યારબાદ તે સીલ ખોલી દેવામાં આવે છે. શીલ ખોલવાનો ભાવ રૂપિયા બે લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનો ચાલે છે હોસ્પિટલના સંચાલકો તેઓના ગોડફાધર પાસે જઈને સીલ પણ ખોલાવી દે છે.
જો તંત્ર દ્વારા એનઓસી વગર ચાલતી કોવિડ હોસ્પિટલ ને મારી દેવી હોય તો પેપરમાં જાહેર નોટીસ આપીને પણ તેઓ એન ઓસી વગર ચાલતો કોવિડ હોસ્પિટલનું લિસ્ટ જાહેર કરીને કરી શકે છે અને જો પાલન કરવામાં નહીં આવે તો હોસ્પિટલ ની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે તેવી જાહેરાત આપીને પણ તંત્ર દ્વારા કામગીરી કરી શકાય પરંતુ હોસ્પિટલને જે નોટિસ મારવાનું નાટક ચાલે છે. તેમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં હોય તેમ લાગી રહ્યું છે. શું માત્ર ફાયર બ્રિગેડ એન.ઓ.સી વગર ચાલતી કોવિડ હોસ્પિટલ નોટિસ આલશે.કોમર્શિયલ કોમ્પલેક્ષ ,ફેકટરી, કંપની, હોટલ, રેસ્ટોરન્ટ જાહેર જગ્યા જ્યાં વધારે સંખ્યામાં ભેગા થાય છે ત્યાં કામગીરી ક્યારે કરવામાં આવશે. શું તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે.
ફાયર બ્રિગેડ દ્વારા જે એન.ઓ.સી વગર ચાલતી કોવિડ હોસ્પિટલોને નોટિસ મારવામાં આવી છે તે માત્ર નાની હોસ્પિટલોને નોટિસ માંરવામાં આવી છે હજી સુધી કોઈ પણ મોટી હોસ્પિટલો ને નોટિસ આપવામાં આવી નથી. જો ફાયર બ્રિગેડના કંટ્રોલ દ્વારા તો આવી જ કામગીરી કરવી હોય તો અગાઉ પણ ૬ મહિના પહેલાં એનઓસી વગર ચાલતી કોવિડ હોસ્પિટલને નોટિસ આપી હતી તો હજુ પણ ફાયર બ્રિગેડનું તંત્ર કેમ જાગતું નથી. શું ફાયર બ્રિગેડ કોના ઇશારે આ કામગીરી કરી રહ્યું છે? શુ ફાયર બ્રિગેડ ને તેમની કામગીરી કરવામાં કોઈ રોકી રહ્યું છે? ફાયર ઓફિસર પાસે પાવર હોય છે કે એનઓસી વગર ચાલતી કોવિડ હોસ્પિટલને તેઓ સીલ મારી શકે છે.