ફિલ્મોમાં ચાન્સ મળવો, મળે પછી તેને ટકાવો, ટકી ગયા પછી ટોપ પર જ્યા સ્ટ્રગલ કરવી આ બધું સતત ચાલતુ રહે છે. કોઇપણ એકટ્રેસની સ્ટ્રગલ તમે ખરા અર્થમાં જાણી ન શકો કારણ કે આપણે તો તેને ત્યારથી જ ઓળખતા થઇએ છીએ જ્યારે તેને કામ મળવું શરૂ થાયે. કલાકારોના, નિર્મતા કે દિગ્દર્શકના સંતાન હોય ને ફિલ્મોમાં આવે તેની સંખ્યા છે તેનાથી વધુ પોતાની રીતે મહેનત કરનારા છે. રાધિકા મદાન દિલ્હીથી આવી છે. તેના પિતા બિઝનેસને હોવાથી રાધિકા પાસે સ્ટ્રગલ કરવાનો સમય હતો. ફિલ્મોમાં કામ કરવા મળે તેનાથી ઓછી સ્ટ્રગલથી ટી.વી.માં કામ મળે છે. એટલે તેને મેરી આશિકી તુમસે હી સિરીયલમાં કામ મળી ગયુ અને તે પણ મુખ્ય ભૂમિકામા. ઇશાની વાઘેલા તરીકે તે તરત લોકપ્રિય થઇ ગઇ અને ત્યાર પછી એક ઇન્ડોનેશીયાની સિરીઝમાં પણ મળ્યું. તે રાહ જોતી હતી કે ટીવીમા જે લક કામ કરી ગયુ તે ફિલ્મ માટે કામ કરે અને તેને વિશાલ ભારદ્વાજે પટાખામા ભૂમિકા આપી. એ ફિલ્મ તો ન ચાલી પણ તે ધીરે ધીરે ચાલવા માંડી. 2016 પછી તેની દર વર્ષે એક ફિલ્મ રજૂ થવા માંડી. એ ફિલ્મમાં તેને માટે સારુ એ હતુ કે તેને હીરોઇન તરીકે જ કામ મળતુ. હા, સામે હીરો નવોદિત હોય એટલે તેને લાભ થતો નહોતો. મર્દ કો દર્દ નહીં હોતામાં તેનો હીરો ભાગ્યશ્રીનો દિકરો અભિમન્યુ દાસા હતો. અંગ્રેજી મિડીયમમાં તે ઇરફાન ખાન સાથે આવી. શિદ્દતમાં સની કૌશલ હતો. આવી ફિલ્મોથી ઝાઝો ફાયદો તો ન થાય પણ કેવી પ્રતિભા હો તે જરૂર ખબર પડે. તો હવે તેનો એ પ્રથમ તબક્કો પૂરો થયો છે. હવે તે સરફીરામાં અક્ષય કુમારની હીરોઇન બની આવી રહી છે. અલબત્ત એવું આવનારી દરેક ફિલ્મમાં નથી. કારણ કે દેશી વિદેશીમાં તે સિધ્ધાંત સાથે તો રૂમી કી શરાફતમાં શરીબ હારની સાથે છે. હા, ગો ગોવા ગોન-2માં સૈફ અને કુણાલ છે પણ કાંઇ શાહરૂખ કે રણબીર નથી. પણ તેને સાઉથની ફિલ્મ મળી જે નાગાર્જૂનની છે તેમા તે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. બીજી એક સાઉથની ફિલ્મોમાં તે કિર્તી સુરેશ સાથે છે. સાઉથના નિર્માતાની જજર પડે તો એવી અભિનેત્રીની આવતીકાલ વધુ સારી માનવાનો આજકાલ રિવાજ છે. રાધિકા માને છે કે શરૂથી જ ફિલ્મો મેળવવા બાબતે નસીબવંત રહી છે. હા, તેણે એકતી વધુ વાર ઓડિશન્સ આપવા પડ્યા છે. ટીવીથી ફિલ્મો તરફ વળી ત્યારે તેના માટે આ પ્રકારની તૈયારી હતી જ અને લડત લડવી પડે તે લડવા તૈયાર હતી. તેને સાસ બહુ ઔર ફ્લેર્મિંગો મળી ત્યારે તેમા ડિમ્પલ સાથે કામ મળ્યું તેને પણ તે પોતાના વિકાસમાં મહત્ત્વનું ગણે છે. રાધિકા અભિનયની તાલીમ લઇને નથી આવી એઠટલે બીજાને કામ કરતા જોયું જ તેના માટે ઉત્તમ તાલીમ છે. ઇરફાન ખાન સાથે કામ કરવાથી તેનો અભિનય વધારે ઘડાયો તેવું તે આજે પણ કહી શકે છે. બાકી કહે છે કે મારે અભિનયના ક્ષેત્રમાં જ પ્રવેશું હતું એવું નહોતું. પણ નસીબથી અભિનેત્રી બની ગઇ. તેના માટે બધું જ નવું હતું છતાં તે આજે સારી જગ્યાએ છે. તે કહે છે કે હું મારા વ્યક્તિત્વ મુજબ જ રહેવા માંગુ છું મારા બીજા જેવુ થવુ નથી. જો નિષ્ફળ જાઉં તો ય કોઇ બીજાના કારણે ગઇ એવુ નથી કહેવા પણ હા, મારે મારી કલાને ગંભીરતાપૂર્વક આગળ લઇ જવી છે. •
રાધિકા માટે ખૂલ્લું છે મેદાન
By
Posted on