વડોદરા : શહેરમાં આગામી મકરસક્રાંતીનાં તહેવારને ધ્યાનમાં રાખી ખોરાક શાખા દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં તલ, ચીક્કી, ઉધીંયુ, તેલ, ગોળ,ઘી, બેસન ની દુકાન ઉપર એક સપ્તાહથી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 103 નમુના લેવામાં આવ્યા જેને પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે પોલીથીન પાઉચ રૂપિયા 48,372 જથ્થો સીઝ કરવામાં આવ્યો અને એક કિલો માવો નાપાસ થયા તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. શહેર વિસ્તારમાં આગામી મકરસક્રાંતીનાં તહેવારને ધ્યાનમાં રાખી ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા એક સપ્તાહ સુધીમાં વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તાર જેવાકે ખંડેરાવ માર્કેટ, રાજમહેલ રોડ, માંજલપુર, મકરપુરા જી.આઇ.ડી.સી., માંડવી, સંગમ, કારેલેબીગ, પાણીગેટ, અલકાપુરી, જેતલપુર રોડ, સમા રોડ, ગોરવા, વાસણા રોડ, ભાયલી રોડ, બી.પી.સી. રોડ, અકોટા, વિગેરે વિસ્તારમાં આવેલ ૩- મેનુફેકચરીંગ યુનીટો, તેમજ 36-દુકાનો વિગેરેનું ચેકીંગ કરવામાં આવેલ. જયાથી શ્રીનાથ, ગણેશ, ચાર્વી વિગેરે બ્રાન્ડની વિવિધ ચીક્કીઓ, સીંગ ચીક્કી, માવા ચીક્કી, તલ ચીક્કી, ઉંધીયુ, જલેબી, મલબારી ઝીણી સેવ, તેમજ રો-મટેરીયલ્સ જેવા કે ગોળ, તેલ, બેસન, ઘી, વિગેરેનાં મળી કુલ-103 નમૂના લેવામાં આવેલ છે.
જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ. તેમજ કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા તમામને સુચના આપવામાં આવેલ હતી. તેમજ વારસીયા વિસ્તારમાં આવેલ સોનુ ગૃહ ઉધ્યોગ ખાતે જય યોગેશ્વર ચીક્કી કંપની પેક પોલીથીન પાઉચ 1668-પાઉચનો જથ્થો જેની કુલ કિમંત આશરે રૂ.48,372/- જથ્થો સીઝ કરવામાં આવેલ. વાઘોડીયા રોડ, સંગમ, અકોટા ગાય સર્કલ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં ચેકીંગની કામગીરી કરવામાં આવેલ હતી. જે દુકાનોમાંથી દુધ અને દુધની બનાવટો, તેલ વિગેરેનાં 14-નમુનાનું સ્થળ પરજ ટેસ્ટીંગ કરવામાં આવેલ. તેમજ 1-કિલો માવો નપાસ જણાતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. પાલિકાની ખોરાક શાખા દ્વારા તહેવારને અનુલક્ષીને જાહેર જનતાને આરોગ્યની સુખાકારી જનતાની આરોગ્યની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને રુલ્સ અને રેગ્યુલેશન 2011 દ્વારા સઘન ચેકિંગ કરવા કામગીરી કરવામાં આવી હતી. ખોરાક શાખા દ્વારા વિવિધ દુકાનો માંથી નમૂના લેવાની કાર્યવાહી તેમજ ઇન્ફેક્શનને કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં શિડયુલ 4 મુજબ સ્વચ્છતા જાળવવા અને કોવિડ 19 ની ગાઈડ લાઈન નું પાલન કરવા કડક સૂચના પણ આપવામાં આવી હતી.