મુંબઈ: બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન (salman khan) એ તેનો 57મો જન્મદિવસ (Birthday) ઉજવ્યો હતો. સલમાને આ ખાસ દિવસ પોતાના પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો. સલમાનને સોશિયલ મીડિયા પર જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ મળી હતી. આની સાથે તેના ઘરની બહાર પણ ઘણા લોકો એકઠા થયા હતા. જ્યારે સલમાનને ખબર પડી કે તેના ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે બહાર આવ્યા છે, ત્યારે તે તેમને શુભેચ્છા આપવા બાલ્કનીમાં ગયો. જોકે, સલમાનના ઘરની બહાર ચાહકો સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. પોલીસ તેમના પર લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે.
ભાઈજાનને જોવા માટે ભીડ ઉમટી
ભાઈજાનના ઘરની બહાર એટલી ભીડ એકઠી થઈ ગઈ કે પોલીસને પણ ભીડને કાબૂમાં લેવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે બેરિકેડ લગાવી દીધા હતા. પરંતુ સલમાન ખાન જેવો ઘરની બહાર બાલ્કનીમાં આવ્યો. તેણે હાથ જોડીને સૌનો આભાર પણ માન્યો. ત્યારબાદ ચાહકો બેકાબૂ બની ગયા અને પછી પોલીસે તેમના પર લાઠીચાર્જ કરવો પડ્યો. જોકે આ લાઠીચાર્જમાં કોઈને ગંભીર ઈજા પહોંચી ન હતી, પરંતુ અરાજકતા ફેલાઈ ગઈ હતી.
વિડીયો થયો વાયરલ
આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે પોલીસ પ્રશંસકોને રોકવામાં નિષ્ફળ રહી તો તેણે ચાહકો પર લાઠીચાર્જ કરવો પડ્યો. પોલીસ લાઠીચાર્જ કરીને ચાહકોને રોકે છે પરંતુ તેના કારણે ઘણી નાસભાગ મચી જાય છે. બીજી તરફ આ વીડિયો પર લોકોના રિએક્શનને જોઈને લોકો સલમાનના ફેન્સનું વર્તન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો પર કોમેન્ટ કરીને લોકો તેના પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
પાર્ટીમાં એક્સ ગર્લફ્રેન્ડ પણ આવી હતી
તમને જણાવી દઈએ કે સલમાન ખાને પણ પોતાના જન્મદિવસ પર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ સહિત બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સ સામેલ થયા હતા. સાથે જ બધાએ મળીને સલમાનના જન્મદિવસને ખાસ બનાવ્યો હતો. પાર્ટીમાં રિતેશ દેશમુખ, જેનેલિયા, પુલકિત સમ્રાટ, યુલિયા વંતુર અને ભાઈજાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની પણ જોવા મળી હતી. આ પાર્ટીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં સલમાન તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીને કિસ કરતો અને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે.