દાહોદ: દાહોદના હનુમાન બજાર ખાતે આવેલા ઠાકોર હોસ્પિટલમાં મહિલાની ડીલિવરી બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાતા મહિલાનું અડધે રસ્તે મોત નીપજતા પરિવારે દવાખાને ડેડબોડીને મૂકી ભારે હોબાળો મચાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દાહોદ તાલુકાના વિજાગઢ ખાતે રહેતી મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા તેને ડીલેવરી માટે હનુમાન બજાર ખાતે આવેલા ઠાકોર હોસ્પિટલમાં લવાઈ હતી.
જાેકે નોર્મલ ડીલેવરી બાદ મહિલાને વધુ સારવારની જરૂર જણાતા ડોક્ટરે મહિલાના પરિવાજનોને બોલાવી અને અમદાવાદ ખાતેના સિવિલ હોસ્પિટલ લઈ જવાનુ જણાવતા ડીલેવરી થયાં બાદ પરિવારના જણાવ્યા અનુસાર તે મહિલાને અમદાવાદ ખાતે સારવાર અર્થે લઈ જતા કપડવંજ નજીક રસ્તામાં તે મહિલાનું મોત નીપજતા પરીવારજનોએ હોસ્પિટલ બહાર મૃતદેહ મૂકી અને ભારે રોષ પ્રગટ કરાયો હતો જાેકે આ મામલે પોલીસ પણ ખડકી દેવામાં આવી હતી અને પોલીસ દ્વારા પરિવારજનોને સમજાવવાની કોશિશ કરવામાં પણ આવી હતી.
જાેકે પરીવાર જનોએ ડોક્ટર ઉપર આક્ષેપો મૂકી જણાવ્યું હતું કે મહિલાની ડીલેવરી સમયે ડોક્ટર દ્રારા મહિલાને દબાવી દબાવી અને બાળક પેદા કરવામાં આવ્યું હતું તેના કારણે મહિલાને વધારે તકલીફો નો સામનો કરવો પડ્યો અને તેને વધુ સારવાર ની જરૂર પડતા ડોક્ટર દ્વારા ઓફિસમાં બોલાવી જણાવાયું હતુંકે આ મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવી પડશે ત્યારે અધ રસ્તે મહિલાનું મોત નીપજતા પરિવારજનો એ ઠાકોર હોસ્પિટલ ખાતે ડેડબોડી લઈ આવતા પોલીસ અને પરીવાર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી ત્યારબાદ પોલીસે સમજાવટ બાદ ડેડબોડીને દાહોદના સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી આપી હતી. પરિવારે પીએમ રીપોર્ટ બાદ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટે જણાવ્યું હતું.