Charchapatra

સત્ય હકીકત

તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ રાજ કાજ ગુજરાત ‘ અંતર્ગત શ્રી કાર્તિકેય ભટ્ટ સાહેબે ખૂબ જ મુદ્દાની અને સત્ય હકીકત રજૂ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે અભણ કે ઓછી જાણકારી હોય તેવા નેતાઓએ સતત અધિકારીઓના આધારિત રહેવું પડે અને આવા સમયે ખરા અર્થમાં શાસન અધિકારીઓ જ ચલાવે. જો જે તે વિભાગનો નેતા પોતાના અંગત સલાહકારો દ્વારા સાચી વિગતો જાણે, સમજે નહીં તો અધિકારીઓ થોડા સમયમાં જ પારખી જાય કે આ નેતાજીને કશી ખબર પડતી નથી માટે અષ્ટમ પષ્ટમ સમજાવીને મનગમતા પરિપત્રો કરાવી લે છે. આનો સીધો અર્થ એવો થાય કે જ્યાં સુધી ગ્રેજ્યુએટ વ્યકિત જ ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે એવો કાયદો ન આવે ત્યાં સુધી બધું આ રીતે જ ચાલતું રહેશે. એક બિલકુલ નહીં ભણેલી વ્યક્તિને જ્યારે રાજ્યના શિક્ષણપ્રધાન બનાવવામાં આવે તો રાજ્યના શિક્ષણની શું દશા થાય તે કલ્પી શકાય એમ છે.શિક્ષણની અવદશા જ થાય એવું નથી લાગતું? તેવું જ અન્ય ક્ષેત્રોનું.
સુરત     – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top