સુરત: એકબાજુ ગુજરાતની ભાજપ સરકાર (bjp goct) કોવિડની ગાઇડ લાઇન (protocol)ના અમલની આડમાં સામાન્ય લોકોને ત્યાં યોજાતા શુભ પ્રસંગો અને માતમ (funeral)માં પણ મર્યાદીત લોકો જ બોલાવવાનો નિયમ કરી કાયદા (law and order)નું શસ્ત્ર ઉગામી લોકોને ડરાવી રહી છે. બીજી બાજુ રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં જ એકઠી થતી ભીડ જોઇને સત્તાના મદમાં કાયદાનું ચીરહરણ કરવામાં આવી રહ્યું છે. વળી, આ ચીરહરણ ગુજરાત સરકાર જે પક્ષની છે તે ભાજપના જ નેતાઓ કરી રહ્યા છે. ત્યારે ભાજપના નેતાઓની નફ્ફટાઇની હદ આવી ગઇ હોય તેવી પ્રતીતિ થઇ રહી છે.
બે દિવસ પહેલાં પુણામાં કોંગ્રેસના કોર્પોટરે (councilor) યોજેલા ભોજન સમારંભમાં કોવિડની ગાઇડ લાઇનનો ભંગ થયો હતો. ત્યારે હવે ગુરુવારે મજૂરા વિધાનસભામાં ભાજપના પેજ કમિટી ઓળખકાર્ડ (id card) વિતરણ સમારંભમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (cr patil)નું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કાર્યકરો ભેગા કરીને સત્તાના મદમાં ફરી એક વખત કોવિડની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી ભાજપના નેતાઓએ કાયદાની સરેઆમ મજાક ઉડાવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો, ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને અન્ય નેતાઓ પણ માસ્ક ઉતારી નફ્ફટાઇથી ફોટોસેશન (photo session) કરતા નજરે પડ્યા હતા.
સી.આર.પાટીલને 182 સમાજ આગેવાનો દ્વારા 182 ફૂટની માળા પહેરાવવામાં પણ ભીડભાડનાં દૃશ્યો સર્જાયાં હતાં. જો કે, સામાન્ય લોકો સામે કોવિડની ગાઇડ લાઇનની આડમાં કાયદાનું શસ્ત્ર ઉગામતી પોલીસ (police) આ કાર્યક્રમ સામે આંખ આડા કાન કરી મૂક પ્રેક્ષક (Dumb audience) બની ગઇ હતી.
થોડા દિવસ પહેલાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતને ત્યાં સગાઇ પ્રસંગે થયેલી ભીડ બાદ વિવાદ થતાં પોલીસ કાર્યવાહીની ફરજ પડી હતી. પરંતુ સુરત પોલીસ પ્રદેશ પ્રમુખ સામે કોઇ કાર્યવાહીની હિંમત કરે છે કે નહીં તે જોવું રહ્યું. જો કે, મજૂરાના ધારાસભ્ય (mla) હર્ષ સંઘવીએ એવો બચાવ કર્યો હતો કે, કાર્યકરો તો સ્વયંભૂ આવ્યા હતા, તેમાં અમે શું કરી શકીએ ? તો શું કોઇ જગ્યાએ લોકો સ્વયંભૂ ઊમટી પડે કે ભેગા થાય તો કાયદો અસ્તિત્વમાં રહેતો નથી ? તેવા સવાલો ઊઠી રહ્યા છે.
અમે તો 200ને બોલાવ્યા હતા, પણ લોકો સ્વયંભૂ જ આવી ગયા : હર્ષ સંઘવી
મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે તેના કાર્યક્રમમાં કોવિડની ગાઇડલાઇનના ભંગ બાબતે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, લોકો તો સ્વયંભૂ આવ્યા હતા. કાર્યકરો તેનો પ્રેમ (love) બતાવવા ઊમટી પડ્યા હતા, તો શું કરીએ ? અમે તો 200 લોકોનો કાર્યક્રમ આયોજિત કર્યો હોવાનો લૂલો બચાવ તેણે કર્યો હતો.