સમય અનુસાર વાતાવરણમાં બદલાવ આવતા રહે છે. હવામાન સિવાય અનેક પ્રકારની હાલતમાં અનેક પરિબળોને આધારિત બદલાવ લાવે છે, તે બધામાં કુદરતની પ્રક્રિયાનું પણ એક મોટું પરિબળ હોય છે, પરંતુ હવે આપણે સાર્વત્રિક વિકાસ ગાથામાં પ્રવેશી ચૂક્યા હોય ત્યારે કુત્રિમ તેમજ અન્ય રીતે ઉદભવતા યાંત્રિક પરિબળો બદલાવની પ્રક્રિયામાં હાવી થાય છે તે આપણે છેલ્લા કેટલાક દશકાઓથી અનુભવી રહ્યા છે. બદલાવની પ્રક્રિયામાંથી કુદરત કે દૈવી પરિબળો સુસુપ્ત અવસ્થામાં ધકેલાઈ ચૂક્યા હોય અથવા ઘડવામાં આવી રહ્યા છે. બાહ્ય પરિબળોમાં વિચારધારાનું મહત્વ ભલે હોય કે ના હોય, પણ એક ચોક્કસ પરિણામ સ્વરૂપ પ્રક્રિયાને ઘડવા તરફ આપણે દોરાઈ ચૂક્યા છે એટલે કુદરતી ન્યાયની પ્રણાલીની આશા રાખવી નિરર્થક છે.
વહીવટી માળખું, અદાલતો તથા તપાસ કરનારી વ્યવસ્થાનું માળખું અને તેની સાથે સાથે નિર્દેશક એવા પ્રચાર તંત્ર ઉપરાંત લોક તંત્રના પાયા રૂપ બધા પરિબળોની કૃત્રિમતા આશ્ચર્યજનક રીતે વધી રહી છે કે જે કોઈ ચોક્કસ નિર્ણય કે પરિણામ તરફ લોહચુંબકની જેમ ખેંચી લે છે. કુદરતનો ગુરુત્વાકર્ષણનો નિયમ પણ લાગુ પડતો નથી.. આ બધું કયા કારણો સર થાય છે, તે સમજવું મુશ્કેલ નથી, કારણ કુદરતતા, કુત્રીમતા તથા નૈતિકતાના પરિબળોને મનુષ્ય સંપૂર્ણપણે સંચાલિત કરી રહ્યો છે. લોકતંત્ર, આદર્શ, પવિત્રતા તથા નૈતિકતાની વિરુદ્ધ સત્તા, સ્વાર્થ, મહત્વાકાંક્ષા, દંભ, નાણાકીય ભંડોળ, વિશાળ અંધત્વ ધરાવતા અનુયાયીઓનો કાફલો અને વેરભાવના એકત્ર બની પછાડી રહી છે.
મુંબઈ – શિવદત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.