Business

સતત વિસ્તરતું સુરત અને વિઝનરી મહાનગરપાલિકા

સુરતનો ચહેરો આવનારાં દશ વર્ષમાં ખૂબ બદલાઈ જશે. વિત્યા ત્રણ દાયકામાં સુરત ચારે દિશામાં ફેલાયું છે. ઉધનામાં ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૂ થતાં આજે સચીન-મરોલી સુધી વિકસ્યું. વરાછા રોડ વિસ્તરી કામરેજ-વાવ સુધી ફેલાયું. હવે જહાંગીરપુરાથી આગળ વધી ઓલપાડ-સાયણ તરફ ફેલાઈ રહ્યું છે. પણ લાગે છે કે સમુદ્ર નજીકનાં ગામો તરફ હવે વધારે વિકાસ થશે. એરપોર્ટના કારણે ડુમસ સુધીનો પટો બદલાયો છે ને બદલાશે. ખજોદ વિસ્તાર ધારણામાં જ ન હતો પણ હવે હાઇ વે સાથે જોડાયેલા એ તરફનાં ગામો સુરતને મોટું કરશે. આવનારાં વર્ષોમાં વધુ સારા રાજનેતાઓ આવે તો હજુ નવી શક્યતા છે. મહાનગરપાલિકા ઘણી વિઝનરી બની કામ કરે છે એટલે વિસ્તાર મોટા થવા છતાં સુરતની વ્યવસ્થા સચવાયેલી રહી છે. આ માટે તેના તંત્રને શાસકોને ય બિરદાવવા જોઇએ. મેટ્રો પછીના સુરતને જોવાનું ગમશે.
પૂણા     –  દેવર્શી ભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સુરતની ક્ષિતિજ વિસ્તરી રહી છે
સુરત શહેરને બે મોટી ભેટો મળી છે. સુરત ડાયમંડ બુર્સ અને સુરત ઇન્ટરનેશનલ એસોર્ટ. આ માટે જે ‘ગુજરાતમિત્ર’ અખબારે મોહીમ ચલાવી હતી, તેનો શ્રેય જાય છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવાથી સુરતની શાન ફરી એક વાર હીરાની જેમ ચમકમાં આવી ગઇ છે. હીરા ઉદ્યોગકારો તેમજ સુરતી શહેરીજનો માટે આ એરપોર્ટની ઉડાન વધુ ને વધુ ફાયદાકારક નીવડશે. તા. 17.12.23ને રવિવારના ‘ગુજરાતમિત્ર’ અખબારમાં સુરતના જે અન્ય પ્રોજેકટો બાકી છે તેનું વિગતવાર કવરેજ આપ્યું છે. તેમ પણ હવે પછીના આવનાર દિવસોમાં સુરતને વધુ ને વધુ આગળ લઇ જશે.

સુરતી શહેરીજનોએ ખરા દિલથી આ બંને પ્રોજેકટોને વધાવી લીધા છે. ડુમસ રોડ પર જનારા સુરતીલાલાઓને ઘણો આનંદ થાય છે. જાણે દુબઇ રોડ પર આવી ગયા હોય અને સુંદર આજુબાજુ ગાર્ડનની કલાકૃતિઓ અને વચ્ચે લાઇટીંગથી સુસજ્જ શોભતી ઝાડની ડાળખીઓ વધુ આકર્ષણરૂપ બન્યું છે. એરપોર્ટનો રન-વે માટે પણ આવનારા દિવસોમાં સરકાર રસ લઇ વધુ મળે તે માટે આશા વ્યકત કરીએ છીએ.
સુરત     – ચેતન અમીન આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top