ખેડૂત રાતદિવસ મહેનત કરે, તડકામાં પરસેવો પાડી ખેતી કરે, હળ ફેરવવું, વાવેતર કરવું, દવા છાંટવી વગેરે અનેક પ્રવૃત્તિ પોતાનો રોટલો રળવા મહેનત કરે છે. ત્યારે બિયારણની તંગી ખાતર માટેની લાઈન અને તેમાં પણ ડુપ્લીકેટ પ્રવેશી ખેડૂતોને પાયમાલ તો કરી જ રહ્યા છે, તેમાં કુદરતનો કહેર. જેમાં હાલના કમોસમી વરસાદથી દેશના અનેક ભાગોમાં તૈયાર થયેલ પાક પલળી જતાં પોતાની જીવનની કમાણી આંખ સામે નષ્ટ થતી જાય એ સંવેદનશીલ બાબત છે. ફક્ત ગુજરાતમાં જ નહીં, દેશનાં અનેક રાજ્યોમાં જેમાં પંજાબમાં અત્યંત કઠીન પરિસ્થિતિ છે.
આવા સમયે દરેક ખેડૂતોને થયેલ નુકસાનનું સંપૂર્ણ વળતર ઉપરાંત દેવાં માફી કરવું અત્યંત જરૂરી છે. વિકાસલક્ષી કામો બાબતે કરોડોના નાણાં ફાળવવાની જાહેરાત કરવામાં આવે છે, જેના કરતાં આ નાણાં ખેડૂતોના ઉત્પાદન માટે ફાળવવા જરૂરી છે. જગત પિતા સ્વસ્થ હશે તો દેશનો પાયો મજબૂત થશે. મોંઘવારી પર નિયંત્રણ લાવી શકાશે. જનતા પાસે નાણાં હશે તો વિકાસનો આનંદ માણી શકાશે. આપણી નજર સમક્ષ કેટલાંયે વિકાસનાં કામો થયાં છે પરંતુ સામાન્ય જનતા તરફ જવા કાબેલ નથી.
અમરોલી – બળવંત ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.