આણંદ : વિશ્વ પ્રસિદ્ધ બાલાસિનોરના રૈયોલી ડાયનાસોર પાર્કની એન્ટ્રી ફિમા દોઢ ગણો વધારો કરવામાં આવ્યો છે. અહીં થોડા સમય પહેલા જ મુખ્યમંત્રીએ નવી ઉભી કહેલી સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. આ નવી ફિના માળખામાં બાળકો માટે રૂ.30 અને પુખ્તવયના માટે રૂ.70 રાખવામાં આવ્યાં છે. બાલાસિનોર સ્થિત ડાયનાસોર મ્યુઝિયમમાં નવી એન્ટ્રી ફીના દર લાગુ કરવા ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લીમીટેડ દ્વારા ડાયનસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટીને 16મી જુલાઈથી ટીકીટના નવા દર લાગુ કરવા જણાવ્યું છે.
બાલાસિનોર સ્થિત ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2 પ્રવાસી માટે ખુલ્લુ મુકયા બાદ સંપૂર્ણ મ્યુઝીયમમાં પ્રવાસી માટે જુના દર રાખવામાં આવ્યાં હતાં. જે બદલવા અંગે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લીમીટેડ દ્વારા ડાયનસોર ફોસીલપાર્ક વિકાસ સોસાયટી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, મ્યુઝીયમ ખુલ્યા બાદ પ્રવાસી માટે જુના ટિકીટના દર રાખવામાં આવ્યાં હતાં. જે અતંર્ગત ઉપરોક્ત સંદર્ભ-1માં ટાંકેલ સરકારની મંજુરી પ્રમાણે 16 જુલાઈથી તાત્કાલીક ધોરણે નવા ટીકીટના દર લાગુ કરવા જણાવ્યું હતું. હાલમાં તાત્કાલિક અસરથી આ દર લાગુ કર્યા બાદ આગળના સમયગાળામાં કરવામાં આવેલા ફેરફાર જણાવવા આવશે.