Charchapatra

ધરતી કો આકાશ પુકારે

પૃથ્વી ઘણી વિશાળ છે, ઉપર ગગન વિશાળ છે, જેનું કોઇ માપ નથી. છતાં ધરતી અને આકાશ એક બીજાને ક્ષિતિજમાં મળે છે, એકબીજાના પૂરક છે, ધરતી પર જે વૃક્ષોની વનરાજી છે, તેમાં પર્યાવરણના કારણે વાદળાં બંધાય છે, વાદળાં ગાજવીજ કરે છે અને વાદળો ઘનઘોર બનતાં છેવટે વરસાદનું આગમન થાય છે. હવે તો જંગલો પણ પાંખાં થતાં જાય છે અને પર્યાવરણની સમતુલા જળવાતી નથી. એટલે ચોમાસું નબળું રહે છે, ધરતી પુત્રો વરસાદની કાગડોળે રાહ જોતા હોય છે, છતાં વરસાદ લંબાતો હોય છે, તેના માટે માનવજાતે જે કુદરતી પરિબળો છે તેની સાથે ખિલવાર કર્યો તેને જવાબદાર ગણી શકાય.

આજે ધનવાનો, શ્રીમંતો માટે જે આલિશાન બંગલા ઇમારતો બનાવનારા કડિયા, સ્લેબ ભરનારા મજૂરો, અન્ય કારીગરો ઝૂંપડપટ્ટીમાં રહીને જીવન ગુજારતા હોય છે, બેન્કનો કેશિયર રોજ લાખો કરોડો રૂપિયા ગણે, પરંતુ તેને તો માત્ર પગાર જ મહિને મળતો હોય છે. આ એક વાસ્તવિકતા છે. પૃથ્વી પર વસવાટ થાય છે, પરંતુ નાસતાં ભાગતાં પ્રેમી પંખીડાઓ કહે છે પૃથ્વીને આ વિશાળતા, અમથી ન મળી, અમારા મિલનની કયાંક જગા હોવી જોઇએ, અંતમાં ધરતી બધાને આશ્રયસ્થાન આપે છે આથી ધરતીનો ઉપકાર કદી ભુલાય તેમ નથી.
તરસાડા  – પ્રવીણસિંહ મહીડા           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top