સુરત(Surat): હજીરાના (Hazira) કવાસ ગામ નજીક એક મહિન્દ્રા જીપ અકસ્માતગ્રસ્ત (Accident) હાલતમાં મળી આવતા ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. જ્યાં ડ્રાઈવરનું ટૂંકી સારવાર બાદ મોત (Death) નીપજ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું હતું કે અકસ્માતમાં મોત ને ભેટેલો યુવક સુરેશકુમાર રામગોવિંદ હોવાનું AMNS કંપનીમાં કાર ભાડે આપવાનો કોન્ટ્રાકટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. કોઈ ભારે વાહનની અડફેટે જીપ અને તેનો ચાલક અકસ્માતનો ભોગ બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મૃતકના ભાઈ સુરેન્દ્રકુમારે જણાવ્યું હતું કે તેઓ રાજસ્થાનના વતની છે. બે ભાઈઓમાં સુરેશ નાનો છે. સુરતના હજીરામાં આવેલી AMNS કંપનીમાં કાર ભાડે આપવાનો કોન્ટ્રાકટ ચલાવી ગુજરાન ચલાવી રહ્યો હતો. કુંવારો હતો. હજીરાના મોરા ગામમાં જ રહેતો હતો. ત્રણ કાર હોવાથી એક પર જાતે ડ્રાઇવર બની ને કામ કરતો અને બીજી બે કાર પર ડ્રાઇવર રાખ્યા હતા. અકસ્માત બાબતે હજી કંઈ જ ખબર પડી નથી. હું રાજસ્થાનથી સુરત આવું પછી જ કંઈક કહી શકીશ.
ડ્રાઇવર રાજુ વ્યાસે જણાવ્યું હતું કે ઘટના લગભગ વહેલી સવારે બની છે. સુરેશભાઈ હજીરા કંપનીમાંથી મોરા ગામ આવી રહ્યા હતા. ત્યારે જ અકસ્માત નડ્યો હોવાની પ્રાથમિક માહિતી જાણવા મળી છે. એટલું જ નહીં પણ અકસ્માત બાદ 108ની મદદથી ઇજાગ્રસ્ત સુરેશભાઈ રામગોવિંદ જાટ (ઉં.વ. 27 રહે રાજસ્થાન)ને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. હાલ ટૂંકી સારવાર બાદ એમનું મોત નીપજ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે.