ગોધરા: ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ હારેડા ગામની રાજ કવોરીમાં ઇસિયુ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પાણી ભરેલ ઊંડા ખાડામાં ગાડી ખાબકી હતી. આ બનેલા બનાવમાં ચાલકનુ મોત નિપજ્યુ હતુ. પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી છે…કાંકણપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હારેડા ગામની સીમમાં આવેલ રાજ કવોરી માથી રાત્રિના સમયે મિલન કુમાર નટવરલાલ પટેલ પોતાની ઇસીયુ ફોર વ્હીલર ગાડી લઈને તેમની નજીકમાં આવેલ બીજી કવોરિમાં જવા નીકળ્યા હતા.
મિલન એ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પાણી ભરેલ ઉંડા કુવામાં ખાબકી હતી. જો કે રાત્રિના સમયે કોઈ નહીં હોવાથી ગાડીના ચાલક મિલન પટેલ નું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઇન્સ્પેક્ટર નંદલાલ પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. ઊંડા પાણીમાં ગરકાવ થયેલ ગાડી અને તેના ચાલકને ક્રેનની મદદથી બહાર કાઢીને મરણ જનાર 26 વર્ષીય મિલન પટેલની લાશને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ઘટના બની તેના આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્વોરી ઉદ્યોગ આવેલા હોય કાળા પથ્થર કાઢયા હતા.