Vadodara

નારી શક્તિનું પ્રતીક બનતી વડોદરાની જિલ્લા તિજોરી કચેરી

વડોદરા : વડોદરા શહેરના મહત્વના વિભાગ એવા ટ્રેઝરી ડીપાર્ટમેન્ટમાં ટ્રેઝરી ઓફિસર તરીકે ફરજ નિભાવતા ગીતાબેનને અહીં વડોદરા આવ્યે હજુ માંડ વર્ષ થશે તોય તેમના આગમનનો પૂરો સકારાત્મક લાભ અહીંના ટ્રેઝરી સ્ટાફને મળ્યો છે.તેઓએ પહેલાં સુરત ખાતે જુનિયર ક્લાર્ક તરીકે 11 વર્ષ સુધી સેવા આપી.જૂન, 2022 માં વડોદરા તિજોરી વિભાગ ખાતે તેઓના હાજર થયા બાદ અહીંનું વાતાવરણ શાંતિમય અને સકારાત્મક બની ગયું છે. એમ અહીંના સમગ્ર સ્ટાફનું કહેવું છે.
ગીતાબેન અહીં હાજર થયા પછી અહીંના દરેક કર્મચારીમાં ઉત્સાહ અને આનંદનો ઉમેરો થયો છે.પહેલાં જાણે એક જ વિભાગમાં કામ કરતાં હોવાં છતાં અમે કોઈ એકબીજાને ઓળખતા નહોતા.પરસ્પર સંબધોની વાત તો ખુબ જ દૂરની વાત હતી.વાર-તહેવાર પણ ક્યારે આવી ને જતા રહે ખબર જ નહોતી પડતી,કોણ ગયું કોણ આવ્યું અને કોણ નિવૃત થયું.

એ બધીય બાબતો જાણે નિર્જીવ હતી.પરંતુ હવે અહીં ગીતાબેનના માર્ગદર્શન હેઠળ નાનામાં નાના કર્મચારીથી લઈને દરેકના જન્મદિવસ અને તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.કોઈ કર્મચારીનું કામ વિશેષ હોય તો તેને સન્માનિત કરવામાં આવે છે.ગીતાબેનના કહેવા મુજબ શિસ્તપાલનની સાથે કામગીરી કરવામાં આવે તે ક્યારેય નિષ્ફ્ળ જતું નથી. અહીં જો કોઈને કામમાં સમસ્યા ઉદભવે તો ગીતાબેન પોતે તેનું નિરાકરણ લાવવામાં મદદરૂપ બને છે અને ઓફિસનો માહોલ ક્યારેય ગંભીર રહેતો નથી. સામાન્ય રીતે જોઈએ તો તિજોરી વિભાગ એટલે આંખે ચશ્માં ચડાવીને ગંભીરતાથી પોતાના કામમાં વ્યસ્ત વ્યક્તિનો આભાસ થાય પણ અહીં એવુ નથી.

Most Popular

To Top