Vadodara

આજે જિલ્લાની 34 અને તા.પંચાયતોની 167 બેઠકોની મત ગણતરી

       વડોદરા: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 3 નગરપાલિકાઓની મત ગણતરીનું મંગળવાર તા. 2જી માર્ચના રોજ કુલ-૧૧ કેન્દ્રો ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લા પંચાયતની 34 અને 8 તાલુકા પંચાયતો 167 બેઠકોની મત ગણના માટે સંબંધિત તાલુકાઓમાં કુલ 8 મત ગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે તેવી જાણકારી આપતાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે જિલ્લા અને તાલુકા પંચાયતોની મત ગણતરી સાથે થશે જ્યારે નગર પાલિકાઓની મત ગણતરી માટે ડભોઇ, સાવલી અને પાદરામાં અલાયદિ વ્યવસ્થા કરવામાં આવી છે. મત ગણતરીના સ્થળોની આસપાસ પોલીસ દ્વારા પ્રતિબંધાત્મક આદેશોનો અમલ કરાવવાની સાથે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે.

વડોદરા તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકોની મત ગણના દશરથની એમ.પી.પટેલ હાઈસ્કૂલમાં, પાદરાની જિલ્લા અને તાલુકા પંચાયતની ગણતરી એમ.કે.અમીન કોલેજ, પાદરામાં, કરજણની ગણતરી તાલુકા સેવા સદનના પહેલા માળે, શીનોરની મામલતદાર કચેરી, શિનોર ખાતે, ડભોઇની ગણતરી એસ.સી.પટેલ કોમર્સ કોલેજ ખાતે, વાઘોડિયાની ગણતરી તાલુકા સેવા સદન,વાઘોડિયા ખાતે, સાવલીની બેઠકોની ગણતરી બી.કે.પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે અને ડેસરની ગણતરી તાલુકા સેવા સદન ખાતે આયોજિત કરવામાં આવી છે.

જ્યારે ડભોઇ નગર પાલિકાની આઇ.ટી.આઇ. ડભોઇ, પાદરા નગર પાલિકાની પી.પી.શ્રોફ હાઇસ્કુલ ખાતે અને સાવલી નગર પાલિકાની તાલુકા સેવા સદન, સાવલી ખાતે મત ગણના આયોજિત કરવામાં આવી છે. મત ગણતરી સવારના 9 વાગે પ્રથમ પોસ્ટલ બેલેટથી શરૂ કરવામાં આવશે.

જિલ્લા પંચાયત બેઠકો માટે 8 મત ગણના કેન્દ્રો ખાતે 8 ખંડ અને કુલ 69 ટેબલો તેમજ 491 કર્મચારીઓની અને તાલુકા પંચાયત બેઠકો માટે તે જ કેન્દ્રો ખાતે કુલ 9 ખંડોમાં 77 ટેબલોની અને 562 કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, કુલ 1053 જેટલા કર્મચારીઓની સેવાઓ જિલ્લા અને તાલુકા પંચાયતોની મત ગણતરી માટે લેવામાં આવશે.

3 નગર પાલિકાઓ માટે 3 મત ગણતરી કેન્દ્રો ખાતે 3 ખંડો માં કુલ 17 ટેબલો રાખીને 281 કર્મચારીઓની મદદથી મત ગણના થશે. ઉપરાંત આ મતગણતરીના પરિણામો ઓનલાઈન રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરની વેબસાઈટ Sec-poll.gujarat.gov.in ઉપરથી જાણી શકાશે. જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આવતી કાલે કલેક્ટર કચેરીના ધારાસભા ખંડમાં નિયત્રંણ રક્ષ પણ કાર્યરત રહેશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top