ગત તા. 26 ઑક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશ ઇલેક્શન સ્પેશ્યલ શો-ઝાંસીના ‘લલ્લન ટોપ’ મંચ પરથી ભારતીય જનતા યુવા મોરચાની મહિલા પ્રવક્તા રુચિ પાઠકે અજ્ઞાનતાનું વરવું પ્રદર્શન કરતાં એવું ઉવાચ્યું હતું કે “ભારત દેશની આઝાદી ૯૯ વર્ષની લીઝ (ભાડાપટ્ટો) પર મળી હતી.’ અર્થાત્ ભારત દેશની આઝાદીનો અંત આગામી વર્ષ ૨૦૪૬ માં આવી જશે અને વળી પાછી બ્રિટિશ હકૂમત સ્થપાઈ જશે! પ્રસ્તુત નિવેદનનું ખંડન કરતાં જણાવવાનું કે (0૧) તત્કાલીન બ્રિટિશ સલ્તનતે જે શરતોને આધીન ભારતને આઝાદી આપી હતી તે શરતો દર્શાવતો કાનૂની દસ્તાવેજ નામ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ-૧૯૪૭ માં ‘૯૯ વર્ષની લીઝ’નો કોઈ ઉલ્લેખ જ નથી. (૨) ભારતીય રાજ્ય બંધારણના આર્ટિકલ ૩૯૫ મુજબ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩૫” અને “ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ-૧૯૪૭ ને રદ કરવામાં આવ્યા છે. પરંતુ પ્રિવી કાઉન્સિલ જ્યુરિન્ડિશન એક્ટ-૧૯૪9 ને ચાલુ રાખવામાં આવ્યો છે.
(03) રાજ્ય બંધારણના આમુખમાં ભારતને એક ‘સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક દેશ’ તરીકે ઓળખ આપવામાં આવી છે (04) ‘ભારત દેશની આઝાદી નીતિ અન્વયે ઘડાયેલ 03 જૂન, ૧૯૪૭ ના “માઉન્ટબેટન પ્લાન’ના મુદા નં. 0ર મુજબ, આઝાદ ભારતની સરકારને ડોમિનિયન (સાર્વભૌમત્વ) પદ આપવામાં આવ્યું હતું. અને (૫) ભારતને ૯૯ વર્ષની લીઝ પર મળેલી આઝાદી અંગેના ‘ભાડા પટ્ટાના દસ્તાવેજ’ની મૂળ પ્રત અને નકલ ક્યાંય ઉપલબ્ધ જ નથી. પ્રસ્તુત હકીકતલક્ષી કાનૂની મુદાઓને ધ્યાનમાં લેતાં, ‘લીઝ પર મળેલી આઝાદી’ની તો મૂળમાંથી જ છેદ ઊડી જાય છે.
બ્રિટિશ વડા પ્રધાન એટલીએ ર0 ફેબ્રુઆરી, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટમાં હિંદને માનપૂર્વક સ્વતંત્રતા આપવાનું નિવેદન કર્યું હતું, જેમાં ભીખનો ભાવ તો હતો જ નહીં અને છેલ્લે ચાર યક્ષપ્રશ્નો: (0૧) હવે પછી ભારત દેશની આઝાદી દિન ૧૫, ઑગસ્ટના રોજ મનાવવામાં આવશે કે ૧૬, મે ના રોજ? (02) નવું રાજ્ય બંધારણ ક્યારે ઘડાશે? (03) નવો પ્રજાસત્તાક દિન ક્યો નક્કી થશે? અને (0) જ્યારે આઝાદી ભીખમાં જ મળેલી છે ત્યારે હાલમાં આવી આઝાદીનો અમૃત મહોત્સવ શા માટે ઉજવાઈ રહ્યો છે?
પાલ, સુરત – પ્રા. જે. આર. વઘાશિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.