Charchapatra

ચર્ચાપત્ર રીઝન અને વિઝનવાળું હોવું જોઇએ

 ‘ગુજરાતમિત્ર’ જેવું પ્રતિષ્ઠિત અખબાર જ દરરોજ વાચકો માટે પ્રસિધ્ધ કરે છે અને અનિવાર્ય પણ છે. કેમકે ચર્ચાપત્રી એ સમાજનું દર્પણ છે. જેમ અરીસો કોઇની શેહ શરમ રાખતો નથી. તમે જેવા હો તેવા અરીસામાં દેખાવ છેા. હાલમાં સુરત ખાતે જીવન વિકાસ ટ્રસ્ટના હોલમાં દ.ગુ.ચર્ચાપર્વ પુસ્તકનું લોકાર્પણ કરાયું તે સમારંભમાં એવી વાત થઈ કે ચર્ચાપત્રનું સર્જન એવું કરો કે તેમાં રીઝન અને વિઝન હોવું જોઇએ. કેમકે તે સમાજને નવી દિશા આપે છે. રચનાત્મક અભિગમ અપનાવો, દ્વેષભાવયુકત લેખન જરૂરી નથી. ઘણી વાર તંત્રી કે પત્રકાર જે લખવાનું ચૂકી ગયા હોય તે બાબત પર ચર્ચાપત્રી પ્રકાશ પાડે છે. ચર્ચાપત્રીની ભૂમિકા પણ સાહિત્યલક્ષી છે, ચર્ચાપત્ર એવું લખો કે સમાજલક્ષી પ્રજાલક્ષી બની રહે. ખરો ચર્ચાપત્રી એ જ છે. તેણે લખેલી વાત પર વધુ ચર્ચા થાય. ચર્ચા તંદુરસ્ત, તર્કવાળી હોવી જોઇએ. વાદવિવાદને કોઇ અવકાશ નથી. ઘણાં ચર્ચાપત્રી હતાશ થઇ જાય છે. આ સમારંભમાં ચર્ચાપત્ર વિશે થયેલી અનેક વાતો ઉપયોગી હતી. તરસાડા  -પ્રવીણસિંહ મહિડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top