Vadodara

સંકટ મોચનની શોભાયાત્રા વિના સંકટ પુર્ણ

વડોદરા: જેઓએ રામને ઋણી રાખ્યા એવા મહાવીર હનુમાનજીના જન્મોત્સવની આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી. દેશનું એકેય ગામ એવું નહિ હોય જ્યાં હનુમાનજીની નાણે દહેરી ન હોય અને તેનું કારણ એ છે કે ભગવાન શ્રી રામને જયારે જયારે જરૂર પડી છે ત્યારે સંકટ મોચન તેઓ સાથે સંકટ મોચન તરીકેની ભૂમિકામાં હોય છે. પ્રભુ શ્રી રામ પણ જેઓને કહે છે કે તુમ મામા પ્રિયા ભરત હી સમ ભાઈ એવા મહાવીરનો આજે જન્મોત્સવ.હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે આજે વડોદરાવાસીઓ રામભક્તની ભક્તિમાં લિન બન્યા હતા.

શહેરના નાના મોટા હનુમાન મંદિરો ખાતે સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. અને સંક્ટમોચનના દર્શન કરી ભક્તોએ પોતાના સંકટ હરવા માટે વિનંતી કરી હતી.  ઉસ્તવપ્રિય વડોદરા નગરી મહાબલી હનુમાનજીની ભક્તિમાં તરબોળ જોવા મળી હતી વિવિધ હનુમાનજી મંદિરોમાં વહેલી સવાર થી ભીડ જામેલી જોવા મળી હતી. શહેરમા હનુમાન જયંતિની ઉજવણીઅનેક સ્થળોએ શોભાયાત્રાના આયોજન થયા હતા. મંદિરોમાં મહાઆરતી, સુંદરકાંડ, હનુમાન યાગ અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા. 

હરણી ભીડ ભંજન હનુમાનજી મંદિરમાં શ્રુંગારની થતી તૈયારીઓ બાદ વિવિધ ઘાર્મિક કાર્યક્રમો હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી થઇ હતી શહેરમા આવેલા નાના-મોટા ૧૫૦થી વધુ હનુમાનજી મંદિરોમાં વિશેષ શણગાર, મહાઆરતી, છપ્પન ભોગના દર્શન યોજાયા હતા આ ઉપરાંત હનુમાન યાગ, સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં બે સ્થળોએથી હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું રામ નવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા બાદ પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયુ છે અને હનુમાન જયંતિની શોભાયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સંવેદનશીલ એવા ફતેપુરા અને છીપવાડ  વિસ્તારમાંથી સંકટમોચનની શોભાયાત્રા વિના સંકટે  પસાર થતા પોલીસ વિભાગે પણ હાશકારો અનુભવ્યો  હતો. આ શોભાયાત્રામાં હનુમાન ભક્તો જોડાયા હતા. ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને તેમાં હનુમાન ભક્તો  મન મૂકીને જય શ્રી રામ અને જય શ્રી  હનુમાનના નારાઓ સાથે વાતાવરણને ગુંજવી દીધું હતું. સૌપ્રથમ હનુમાનજીની આરતી કરી ત્યાર બાદ હનુમાન ચાલીસાનો પાથ કરી આ શોભાયાત્રા આગળ વધી હતી.  જ્યારે ગોત્રી વિસ્તારમાં પણ હનુમાનજી કી સવારીનું આયોજન કરાયુું હતું જેમાં બાળકો રામ પરિવારની વેશભુષા સાથે જોડાયા હતા ડીજે, મહિલા ભજન મંડળીઓ જોડાઈ હતી . સવારી અઢી કિ.મીના રૃટ પર ફરીને ભય ભંજન દેવ હનુમાનજી મંદિરે સંપન્ન થઈ હતી.

જ્યારે હરણી ખાતે આવેલ પ્રસિધ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા હતા જેમાં હનુમાનજીના હૃદયમાં બિરાજમાન સિયા-રામના વિશેષ શણગાર દર્શન, ઉપરાંત શ્રુંગાર આરતી, પ્રાગટય આરતી, સુંદરકાંડ, ભજન સહિતના કાર્યક્રમો એ ભારે આકર્ષણ જમાવ્યું હતું તો સયાજીગંજ પંચમુખી હનુમાન, વાસણા રોડ પંચમુખી હનુમાનજી,  ઉકલા મંદિરના ખાંચામાં આવેલા રોકડનાથ હનુમાનજી, વાડી વિસ્તારમાં પ્રતાપરૃદ્ર હનુમાનજી મંદિરોમાં પણ મહાઆરતી, સુંદરકાંડ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું.યોજાયા હતા.

બંને શોભાયાત્રા શાંતિથી પૂર્ણ થતા 8 દિવસથી દોડતી પોલીસને હાશકારો
રામનવમીના દિવસે બે શોભાયાત્રા પર અસામાજિક તત્વો દ્વારા ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.જેને લઇને 30 માર્ચના રોજથી પોલીસ દ્વારા સતત કોમ્બિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. દરમિયાન ફરી હનુમાન જયંતિએ નીકળેલી શોભાયાત્રાને લઇને ફરી કોણ અણબનાવ ન બને માટે પોલીસ સંપૂર્ણ સજ્જ થઇ ગઇ હતી. અંતે બંને શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ થતા પોલીસ વિભાગને હાશકારો થયો હતો.

Most Popular

To Top