આજકાલ વિદેશ જવાનો ગુજરાતીઓનો ક્રેઝ વધ્યો છે. સતત લોકો ભણવા માટે વિદેશની ઘેલછા રાખતાં થયાં છે. આ બાબતે સર્વે હાથ ધરાયો છે કે વિશ્વના 20 થી 25 દેશોમાં યુવાનો અભ્યાસ માટે વિદેશ જાય છે અને પછી લાઈફટાઈમ માટે ત્યાં જ રહી જાય છે. આપણા દેશમાં વિદેશી ઘેલછા ખૂબ વધી ગઈ છે. આના કારણે આપણે આપણી સંસ્કૃતિ પણ ભૂલી ગયાં છીએ. માતૃભાષા પણ ભૂલાઈ ગઈ છે. હવે આજકાલ અંગ્રેજી ભાષાનો ક્રેઝ આવ્યો છે. ભારતીય યુવાન અને યુવતીઓ વિદેશમાં જઈ સુરક્ષિત છે? પૈસા કમાવા માટે સ્વાભિમાન ન તોડાય. હંમેશા દેશના સ્વાભિમાનમાં જીવો. ગૌરવ લો. આપણા દેશમાં સમૃધ્ધિની કોઈ કમી નથી. અહીં જ રહી ગામડાંનો પણ વિકાસ કરી શકાય. આપણા દેશનો વિકાસ થઈ શકે. જો દેશ સમૃધ્ધ થશે તો ઈનકમમાં પણ સુધારો જોવા મળશે.
પરંતુ આજનો યુવાન વિદેશ જવાની ઘેલછાને અનુસરે છે. વિદેશમાં ન જતાં આપણા દેશમાં જ રહી કામ કરે તો દેશનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ બનશે. જો કે સતત આમ થતાં ભારત માટે આ ચિંતાનો વિષય છે. કારણ કે વિદેશમાં ભણવા જતાં ખૂબ જ ઓછા યુવકો ભારત પાછા આવે છે. વિદેશમાં કોઈ પણ અકસ્માત થાય ત્યારે આપણે આપણા વતનમાં જ ફરીએ છીએ. આપણને ગર્વ હોવો જોઈએ. આપણે ભારત દેશનાં નિવાસી છીએ. આપણા દેશમાંથી મોટે ભાગે ડૉક્ટરનો અભ્યાસ કરવા વિદેશ જાય છે. શા માટે? મિત્રો વિચારો.
– આરતી જે. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.