SURAT

પ્રાણી પ્રેમ પાડોશીઓ માટે માથાનો દુ:ખાવો બનતા દંપતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

સુરત: શ્વાન અને બિલાડી પાળવા નો શોખ પાડોશીઓ માટે માથાનો દુ:ખાવો બની જતા સુરતમાં એક દંપતિ એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ પાડોશીઓ હેરાન કરતા હોવાનું અને ગાળો આપતા હોવાથી કંટાળીને છેલ્લો રસ્તો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પ્રવીણ અને મીનું બન્ને સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

  • પીડિત પ્રવીણભાઈ એ કહ્યું શ્વાન અને બિલાડી ને લઈ પાડોશીઓ ઝગડો કરે અને ગxદી ગાળો આપતા હોવાથી આવું કરવા મજબુર બન્યા

પ્રવિણ ખોડાભાઈ સુંદરવાલા (પીડિત) એ જણાવ્યું હતું કે, તેઓ ખાનગી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે. પત્ની મુનીબેન હાઉસ તરીકે કામ કરે છે. સાહેબ અમે નિઃસંતાન છે. અમને બન્ને ને પ્રાણીઓ પાડવાનો શોખ છે. એટલે અમે ઘરમાં બિલાડી અને શ્વાન પાડ્યા છે. જોકે અમારા પ્રાણી શોખને લઈ પાડોશીઓ હેરાન થતા હોવાની વાત કરી ઝગડા કરતા આવ્યા છે. એટલું જ નહીં પણ લડાઈ કરી ગંદી ગાળો આપતા હોવાથી અનેક વાર સન્માનને ઠેસ પહોંચે છે.

વધુમાં જણાવ્યું હતું કે વારંવાર થતા પાડોશીના ઝગડાને કારણે આજે અમે કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. અમારા બાળક સમાન મુંગા પ્રાણીઓનો ખ્યાલ રાખજો. જોકે આ ઘટનામાં હાલ પતિ-પત્ની સિવિલમાં સારવાર હેઠળ છે. બન્નેની તબિયત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.

108ના કર્મચારીઓ એ જણાવ્યું હતું કે કોલ મળતા જ અમે પાલનપુર ગામના SMC આવાસમાં પહોંચી ગયા હતા. જ્યાં એક મકાનમાં દંપતિ એ ઝેરી દવા પીધેલી હાલતમાં પડેલું હતું. સ્થળ પર પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક સિવિલ લઈ આવ્યા હતા.

પાડોશી જમના બેને જણાવ્યું હતું કે હું તો ઓટલે બેઠી હતી. બાળકો દોડતા દોડતા આવ્યા ને કહેવા લાગ્યા પ્રવીણભાઈ અને મુનીબેન ઊલટીઓ કરે છે. દોડીને જોયું તો બન્ને એ દવા પીધી હતી. બસ 108ને જાણ કરી બન્ને ને સિવિલ લઈ આવી હતી. હાલ આગળ કશી જ ખબર નથી.

Most Popular

To Top