દેશમાં હમણાં બે વિરોધાભાસી ઘટનાઓ જોવા મળી. એક તરફ અવકાશ સુધાંશુ શુક્લા આઈ.એસ.એસ.ની મુલાકાત લઈને પૃથ્વી પર પરત ફર્યા, બીજી બાજુ કેટલાક રાજ્યોમાં કાવડયાત્રા નીકળી એમાં કાવડિયાઓનો ઉત્પાત જોવાં મળ્યો. ક્યાંક કાવડયાત્રીઓ ઉપર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા થાય છે, ખરેખર તો અવકાશ વિજ્ઞાનીઓ પર પુષ્પવર્ષા થવી જોઈએ કારણ કે ખરાં અર્થમાં ધાડ તો અવકાશ વિજ્ઞાનીઓ મારે છે. ઉપરોક્ત એક ઘટનામાં વિજ્ઞાન છે અને બીજી ઘટનામાં ધર્મ છે.
વિકાસનો એક જ માર્ગ હોઈ શકે અને એ છે વિજ્ઞાન અને વિનાશનો એક જ માર્ગ હોઈ શકે અને એ છે ધર્મ. 2014 પછી દેશને ઊંધા રવાડે ચડાવીને ઘડિયાળનાં કાંટા ઊંધા ફેરવવાની કોશિશ થઈ રહી છે. છેલ્લા થોડા વર્ષોથી અર્થાત યોગી આદિત્યનાથ યુ.પી.ના મુખ્યમંત્રી બન્યા પછી કાવડયાત્રા પ્રજા માટે ત્રાસ યાત્રા બની ગઈ છે. કાવડ યાત્રીઓની ગુંડાગર્દી અને દાદાગીરીની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે દેશમાં અત્યારે ધર્મના નામે જે થઈ રહ્યું છે એ સાચો ધર્મ નથી, બલ્કે ધર્મને નામે ઉન્માદ અને ધર્માંધતા ફેલાવવામાં આવી રહી છે.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.