Charchapatra

દેશને તાતી જરૂર છે લોકજાગૃતિની

આજકાલ દેશના ઉત્તરપૂર્વીય ક્ષેત્રના મણીપુરમાં અશાંતિનો માહોલ છે અને દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પણ એ અંગે કડક ટીપ્પણી થતા વડાપ્રઘાનશ્રી દ્વારા મૌખિક ચિંતા વ્યક્ત થઇ એ સિવાય રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઇ સઘન પ્રયત્નો થતા દેખાતા નથી એટલુ જ નહીં પરંતુ ચોક્કસ જાતિને/કોમને ટારગેટ કરાઇ રહી હોય એવુ પણ લાગે છે.  એક તરફ મણીપુર સળગી રહ્યુ છે અને બીજી તરફ મોટાભાગનો સરકારતરફી મીડીયાસમુહ અને સત્તાપક્ષના પદાઘિકારીઓ મઘ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગણા વિગેરે રાજ્યોની વિઘાનસભા અને આવતા વર્ષે થનાર લોકસભાની ચૂંટણીની વ્યુહરચના ગોઠવવામાં વ્યસ્ત થઇ ગયા હોય એવુ લાગે છે.

આ બઘા વચ્ચે સમાન્ય નાગરિક તરીકે આપણા સહિત દેશના મોટાભાગના લોકો અનેક કઠણાઇઓનો સામનો કરીને પણ એમનુ જીવન બહેતર બનાવવામાં વ્યસ્ત હોય એ સ્વભાવિક છે. સરકાર કોઇપણ પક્ષની હોય લોકોની આર્થિક સમસ્યાઓ અને સમાઘાનના મુદ્દાઓ થોડીઘણી ભિન્નતાને બાદ કરતા લગભગ એકસરખા જ હોય છે. પરંતુ આપણે જોઇએ છીએ કે દેશનો સત્તાપક્ષ અત્યારે લોકોના પાયાના પ્રષ્નો જેવા કે વઘતી જતી બેકારી, બેકાબુ મોંઘવારી, દેશનું વઘતુ જતુ દેવાનું પ્રમાણ, ઘીમા પડેલ વેપાર ઘંઘા વિગેરે પરથી ઘ્યાન હટાવી બુલેટ ટ્રેનોની જાહેરાત, યુનિફોર્મ સિવિલકોડ, હીન્દુ વિરૂઘ્ઘ મુસલમાન,  અને અન્ય લઘુમતિ કોમના મુદ્દા ઉઠાવી લોકોના મતોની રોકડી કરી લેવામાં જ મસ્ત હોય એવુ દેખાઇ રહ્યુ છે.

અલબત્ત આમાંથી અન્ય રાજકીય પક્ષો પણ બાકાત નથી. ઘણી વખત એવુ પણ દેખાઇ રહ્યુ છે કે ઘણા લોકોને પણ એમના રોજબરોજના જીવનને અસરકર્તા પાયાના પ્રશ્નો કરતા પણ વઘારે ચોક્કસ પક્ષના ગુણગાન ગાવામા વઘુ રસ છે. આ સંજોગોમાં જરૂર છે લોકજાગૃતિની જે સત્તાપક્ષ અને જે તે રાજકીય પક્ષોને લોકોના મુળભુત પ્રષ્નો પર ઘ્યાન આપવા દબાણ ઉભુ કરી શકે. આમ ન થશે તો ભારત દુનિયાનુ ત્રીજુ મોટુ અર્થતંત્ર તો બનતા બનશે પરંતુ લોકોના પાયાના પ્રશ્નોનું સમાઘાન થવાને બદલે એમાં વઘારો થવાની શક્યતાને નકારી ન શકાય. 
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ગૌત્ર, જાતિ, વર્ણ સાપની કાંચળી જેવા છે
સાપ પર કાંચળી આવે છે ત્યારે એ આંધળો થઇ જાય છે અને જયારે કાંચળી નીકળી જાય છે ત્યારે પાછું સાપને દેખાવા લાગે છે. આપણું ગૌત્ર, જાતિ, વર્ણ વગેરે સાપની કાંચળી જેવા જ છે. એ જયાં સુધી આપણી સાથે રહે છે ત્યાં સુધી આપણે અહંકારથી અંધ બની રહીએ છીએ. એને છોડી દઇએ એટલે પરમાત્માની પરમ સત્તાને જોવાની ક્ષમતા પ્રાપ્ત કરી લઇએ છીએ. એટલે જ પરમ સત્તાની અનુભૂતિ કરવી હોય તો ગૌત્ર, જાતિ, વર્ણ, નામ, પદ અને કીર્તિના મોહક આવરણથી છૂટવું જરૂરી બને છે.
વિજલપોર   – ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top