પાલિકા એ જાહેર સ્વરાજ્યની લોક સેવા કરતી એક સ્વાયત સંસ્થા (સ્ટેચ્યુટરી બોડી) છે અને તેને કાયદામાં વિશાળ સતા અને અબાધિત અધિકારો સહિત વિટો પાવર્સ પણ લોકહિત માટે મળેલા છે,પણ ગંદા રાજકારણ અને ભ્રષ્ટાચારને કારણે પાલિકામાં ઘણા કામો ખોરવાય જાય છે કિન્તુ અમુક કામો અધિકારીઓના પ્રજાલક્ષી અભિગમ અને સકારાત્મક વલણને કારણે સહેલાઇથી પાર પણ પડતા હોય છે જે અત્રે ઉલ્લેખનીય અને નોંધપાત્ર છે હકીકત એવી છે કે, ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા ખાતે પાણીની જૂની લાઈનમાં લીકેજ હોવાને કારણે જાહેર આરોગ્યના મામલે તેના વપરાશકર્તાઓને નોટિસ આપ્યા વગર સતાવાળા પાણી પુરવઠો બંધ કરી ગયા પણ પાણી આવશ્યક ચીજ વસ્તુ હોય અને એ જીવન જરૂરિયાતનું અંગ હોવાથી પાણી અંગે કરદાતાઓને વંચિત રાખી શકાય નહીં તેથી અસરગ્રસ્તોએ સામુહીક રીતે પાણી પુરવઠો શરૂ કરવા પાલિકાને અરજ કરતા તેમાં સંબંધિતોની જવાબદારી નક્કી થાય એમ હોવાથી અને અનેકો ટેક્નિકલ ઇશ્યુ પણ ઉભા થાય તેથી છેવટે સત્તાધીશોએ નીતિ વિષયક નિર્ણયોની સામે પારદર્શક દ્રષ્ટિકોણથી સૈદ્ધાંતિક રીતે બાંધછોડીયા વૃત્તિ દાખવીને વચલો સરળ માર્ગ શોધી કાઢીને પાણીની લાઈન રીપેર થયા બાદ ફરી જોડી આપી અભિનંદનને પાત્ર ફરજ બજાવી ! આમ પાલિકાના ઘણા ખરા અધિકારીઓ સેવાભાવી વલણ પણ અખત્યાર કરતા હોય છે જે ભુલાવવું નહીં જોઈએ.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
શહેરના વિકાસમાં પાલિકાનું યોગદાન!
By
Posted on