National

‘આતંકી હુમલા બાદ વિશ્વ સમક્ષ રડતી હતી કોંગ્રેસની ડરપોક સરકાર, આજે પાકિસ્તાન રડે છે’- ઝારખંડમાં મોદી ગરજ્યા

નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) પલામુમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) વિપક્ષની કોંગ્રેસ (Congress) સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. તેમજ આતંકવાદના મામલે કોંગ્રેસ સરકારને આડે હાથે લીધી હતી. આ સાથે જ વડાપ્રધાને જનતાને તેમના મતનું મહત્વ સમજાવતા વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધતા જનતાને કહ્યું હતું કે, એવું લાગે છે કે તમે જેએમએમ અને કોંગ્રેસને દિવસે જ તારા દેખાડી દીધા છે. તમારા એક વોટનું મહત્વ તમે બધા સારી રીતે જાણો છો. 2014માં તમારા એક મતે એવું કામ કર્યું કે આખી દુનિયા ભારતની લોકશાહીની તાકાતને સલામ કરવા લાગી. 2014માં તમે તમારા એક વોટથી કોંગ્રેસની ભ્રષ્ટ સરકારને હટાવી દીધી હતી. તમારા એક વોટથી દેશમાં ભાજપ-એનડીએની સરકાર બની હતી.

‘તમારા વોટથી રામ મંદિરનું નિર્માણ થયું…’
નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી દીકરીઓ 500 વર્ષ સુધી સંઘર્ષ કરતી રહી, લાખો લોકો શહીદ થતા રહ્યાં, એક લાંબો સંઘર્ષ હતો, આટલો લાંબો સંઘર્ષ દુનિયામાં ક્યાંય ન થયો હોય, જે સંઘર્ષ અયોધ્યામાં થયો હતો. તમારા વોટની શક્તિથી આજે રામ મંદિરનું નિર્માણ થયું છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે દેશની આઝાદી બાદ જમ્મુ-કાશ્મીરમાં દરરોજ ખતરાની ઘંટડી વાગતી હતી. કાશ્મીરમાંથી માત્ર બોમ્બ વિસ્ફોટો અને દારૂગોળાનો અવાજ જ સંભળાતો હતો. તમારા એક મતે જ કલમ 370 ની દીવાલ ધરાશાયી કરી દીધી હતી.

દરરોજ આપણા ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્રમાં પશુપતિથી તિરુપતિ સુધી નક્સલવાદ અને આતંકવાદ ફેલાતો હતો અને તે અહીંની જમીનને લોહીથી ભીંજવતો હતો. કેટલી માતાઓએ તેમના યુવાન પુત્રને ગુમાવ્યા છે. તમારા એક મતે ઘણી બધી માતાઓના બાળકોને બચાવ્યા છે. તમારા મતે સૌને નક્સલવાદ અને આતંકવાદથી મુક્ત કરાવ્યા છે.

‘કોંગ્રેસ પાકિસ્તાનને લવ લેટર મોકલતી હતી…’
કોંગ્રેસનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસના સમયમાં અહીં બોમ્બ ફૂટતા હતા અને દિલ્હી સરકાર શાંતિની આશા રાખીને પાકિસ્તાનને પ્રેમપત્રો મોકલતી હતી. પાકિસ્તાનમાં જે પણ પત્ર ગયો, તેના બદલામાં પાકિસ્તાનથી ઘણા આતંકવાદીઓ ભારત મોકવામા આવતા અને દેશમાં લોહીની હોળી થતી હતી.

તમારા મતે મારામાં એટલી તાકાત ભરી દીધી કે મેં આવતાની સાથે જ કહ્યું કે હવે આ રમત નહીં ચાલે. ન્યુ ઈન્ડિયા ઘરમાં ઘૂસીને હત્યા કરે છે. સર્જિકલ સ્ટ્રાઈકની થપ્પડથી પાકિસ્તાન હચમચી ગયું હતું. અગાઉ આતંકવાદી હુમલા પછી કાયર કોંગ્રેસ સરકાર આખી દુનિયામાં રડતી હતી, આજે પાકિસ્તાન આખી દુનિયામાં રડી રહ્યું છે.

Most Popular

To Top