Charchapatra

ઉત્રાણ ગાર્ડનની હાલત

એસ.એમ.સી નાં આરોગ્ય વિભાગ દ્વારા શાળા-કાેલેજ તેમજ અ્ન્ય જાહેર સ્થળોએ મચ્છરનાં ઉપદ્વવ અંગે ચિંતીત છે. પરંતુ ગાર્ડનમાં થતો કચરો ગંદકી બાબતે ચિંતીત જણાતી નથી !! તેમાં પણ ઉત્રાણ લેઈક ગાર્ડન બનાવ્યો પરંતુ ક્યારેય લેઈકમાં પાણી ભર્યુ નથી. ઉપરાંત આ લેઈકમાં ગાર્ડનમાં ઝાડનાં વાળેલા પાંદડાનો ઢગલો, કાપેલા ડાળખા, તથા વરસાદના પાણી થી અંદર ઉગેલી વેલ, વનસ્પતિ વરસાદના પાણી આ લેઈક (ખાડામાં) ભરાતા તેમાં કચરો સડતા દુર્ગંધ થાય છે અને એમાં ડેંગ્યુ કે મલેરિયાનાં મચ્છરની શકયતા પણ નકારી શકાતી નથી.આ બાબત ગાર્ડનમાં વૃધ્ધ નાગરિકો કે બાળકો માટે જોખમકારક છે. ખર્ચ કરવો, ઉદ્દઘાટન કરી તકતી પર નામ લખવું પછી તેના પર ધ્યાન પણ ન આપવું શું યોગ્ય છે. ? !
અમરોલી          – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top