Vadodara

શરદી ખાંસી અને કોરોનાની સાંપ્રત સ્થિતિને પહોંચી વળવા શહેરનું તંત્ર સજ્જ

વડોદરા: સમગ્ર રાજ્યમાં હાલમાં શરદી – ખાંસી, તાવ ના નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તો સામે કોરોનાની વધુ એક લહેર પણ માથું ઊંચકી રહી છે. દિન પ્રતિદિન કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલીકાનું આરોગ્ય તંત્ર આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ સજ્જ બન્યું છે. વડોદરા શહેરનું આયોગ્ય વિભાગ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાબદું બની ગયું છે.

શહેર અને જિલ્લામાં હાલમાં બેવડી ઋતુના કારણે શરદી – ખાંસી, તાવના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. જેને તબીબી ભાષામાં ઇન્ફ્લૂએન્ઝા કહેવામાં આવે છે. સાથે જ રાજ્યમાં H3N2 વાયરસ પણ માથું ઊંચકી રહ્યો છે. અને રાજ્યમાં કોરોનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં હાલ 10 કેસ એક્ટિવ છે. અને 12 હોમ આઇસોલેશનમાં છે. હાલમાં રોજના 70 કેસો સરકારી દવાખાનાઓમાં શરદી ખાંસીની ફરિયાદ સાથે આવી રહ્યા છે.

તો બીજી તરફ કોરોના પણ માથું ઊંચકી રહ્યું છે જેની સામે વડોદરાનું આરોગ્ય વિભાગ સાબદું સજ્જ છે. વડોદરાના 3 સી.એચ.સી., 34 અર્બન હેલ્થ સેન્ટર, ગોત્રી અને એસ.એસ.જી. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે આ ઉપરાંત 23 ખાનગી હોસ્પિટલ પણ સજ્જ છે. તો દરેક હેલ્થ સેન્ટર ઉપર હાલ રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે અને ગોત્રી તેમજ એસ.એસ.જી. ખાતે RTPCR તેસર કરાઈ રહ્યા છે. દરેક આરોગ્ય કેન્દ્ર ઉપર 24 કલાક 7 – 7 મેડિકલ ઓફિસર કાર્યરત કરવામાં આવ્યા છે. જેથી રાતે ઇમર્જન્સીમાં પણ જો કોઈ દર્દી જોય તો તેને સારવાર મળી રહે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પણ કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સોમવારે કોરોનાના વધુ 3 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં આજે કોરોનાના વધુ 3 કેસ નોંધાયા હતા. ગતરોજ 3 કેસ બાદ આજે વધુ 3 કેસ નોંધાયા છે. આજરોજ 252 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 3 વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. શહેરના ગોરવા, ફતેપુરા અને પાણીગેટ વિસ્તારના રહીશોને પોઝીટીવ આવ્યો હતો. શહેરમાં હાલ 12 વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ છે. ત્યારે શહેરમાં પણ ધીમે ધીમે કોરોના માથું ઊંચકી રહ્યો છે.

Most Popular

To Top