વડોદરા: વડોદરામાં વરસેલા વરસાદના પગેલ શહેરમાં ઠેર ઠેર રોડ ધોવાઇ જવાના અને ખાડા પડવાનો શીલશીલો યથાવત જોવા મળી રહ્યો છે. જ્યાં જુવો ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. આખા વડોદરા શહેરની વાત કરી કે પછી શહેરમાં આવેલી સોસાયટી, વિસ્તારો કે શેરીની દરેક જગ્યાએ ખાડા, ભુવા અને રોડ ધોવાઇ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે. પરિણામે વડોદરા વાસીઓને વાહન ચલાવવા અને અવર જવર કરવા માટે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આપને વાત કરીએ તો વડોદરાની સ્માર્ટ સિટીમાં શહેરનો સૌથી મોટો ગણાતો ફ્લાય ઓવર બ્રીજની વાત કરીએ તો તેમના સર્વિસ રોડની હાલત ખુબ દયનીય જોવા મળી રહી છે. ખાડા તો ગણાય પણ નહી તેવી સ્થિતિમાં છે જે રોડ પરથી આપને પાંચ મીનીટનું અંતર કાપીએ છીએ તે રોડ પરથી પસાર થવા માટે અડધો કલાકથી પણ વધુ સમય પસાર થતો હોય છે અને વાહન ચાલકોને અવશ્ય હોસ્પીટલમાં જવાનો વારો આવી રહ્યો છે. વડોદરા મહાનગર પાલિકાના જાડી ચામડીના અધિકારીઓ ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે જાણીતા છે. અને તેમના ભ્રષ્ટાચારનું પરિણામ વડોદરાવાસીઓ ભોગવી રહ્યા હોય તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.
શહેરમાં સૌથી બનતો મોટો બ્રીજના સર્વિસ રોડની હાલત ખુબ દયનીય છે. ત્યાંથી પસાર થતા વાહનચાલકોને અવર જવર કરવા માટે ખુબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તે રોડથી પસાર થયા બાદ તેમને હોસ્પીટલની મુલાકાત લેવી જ પડે છે. કોન્ટ્રકટર અને પાલિકાના પદાધિકારીઓની મિલીભગતને લીધે સર્વિસ રોડ ની હાલત ખખડઘજ જેવી હાલત છે. ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાના રહાદારીઓનેતો રહેવું પણ ખુબ મુશ્કેલ થઇ ગયું છે. કારણ કે ત્યાંથી પસાર થતા વાહનચાલકોના ઘોઘાટથી આખો રોડ પર નોઈઝ પોલ્યુશન થઇ રહ્યું છે. અને આજ રોડ પર વડોદરાની સૌથી મોટી હોસ્પિટલો પણ ત્યાં આવેલી છે જેને પરિણામે ઈમરજન્સી પેશન્ટ લાવવા માટે પણ એમ્બુલન્સ ડ્રાઈવરને અવર જવર કરવામાં પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
વધુમાં જોઈએ તો ખાલી શહેરનો સૌથી મોટો ગણાતો બ્રિજના સર્વિસ રોડ નહી પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં આવીજ હાલત જોવા મળી રહી છે. પરિણામે વડોદરા કોર્પોરેશન નું તંત્ર સ્માર્ટ સિટી તરફ હરણફાળ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ શહેરમાં પ્રથમ વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં રોડ ની હાલત ખખડધજ બની જવા પામેલ હોય લોકોમાં કોર્પોરેશનને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારના નવાપુરા, ગોરવા, સહિતના અનેક વિસ્તરોમાં વરસાદે ઠેર ઠેર રોડની હાલત બત્તર થઇ ગઈ છે અને જ્યાં જુવો ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે.
દરરોજ સર્વિસ રોડની કામગીરી થતી જ હોય છે
અમે વડોદરાનો સૌથી મોટા બનતા બ્રિજના સર્વિસ રોડની કામગીરી દરરોજ કરતા જ હોય છે પરંતુ વરસાદના પરિણામે અને બ્રિજના કામગીરીના પગલે સર્વિસ રોડ પર ખાડા પડેલા જોવા મળે છે પરંતુ અમે ત્યાં દરરોજ કામગીરી કરતા જ હોય છે. – રવિ પંડ્યા, કા.ઈ.બ્રીજ પ્રોજેક્ટ