Madhya Gujarat

શહેરાના મામલતદારે રોયલ્ટી પાસ વગર રેતી ભરીને જતી ટ્રક પકડી પાડી

       શહેરા: શહેરાના કેશવ ગ્રાઉન્ડ પાસેથી મામલતદાર એ રોયલ્ટી પાસ વગર રેતી ભરીને જતી હાઈવા ગાડી પકડી પાડી હતી. મામલતદાર દ્વારા ખાન ખનીજ વિભાગ ને આ મામલે રિપોર્ટ મોકલી ને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મામલતદાર એક ગાડી પકડી ને સંતોષ માળશે કે પછી ખનીજ ચોરી અટકે તે માટે અસરકારક કાર્યવાહી કરશે ખરા? શહેરા  નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ કેશવ ગ્રાઉન્ડ પાસે પસાર થતા ડામર રસ્તા પરથી  મામલતદાર છાણીપ ગામ  તરફ  જઈ રહયા હતા.

ત્યારે એક હાઇવા ગાડી નંબર GJ 35 T 9225 ને તેઓ દ્વારા ઉભી રખાવી ને ચાલક પાસે ખનિજ વહન કરવા માટેના જરૂરી કાગળો માંગતા તે મળી આવ્યા ન હતા. જેથી  રેતી ભરેલ વાહન ને મામલતદાર દ્વારા કચેરી ખાતે લાવીને ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે  હાઇવે માર્ગ ઉપર થી દિવસે ઓછા પણ રાત્રિ ના સમયે ઓવર લોડ ખનીજ ભરીને વધારે વાહનો નીકળતા હોય ત્યારે ખાણ ખનીજ વિભાગ અને સબંધિત તંત્ર આ બાબતે કાર્યવાહી કરવામાં કેમ ખચકાઈ  રહયા છે.

Most Popular

To Top