SURAT

ફ્લડગેટ નહીં ખોલાતાં શહેર ડૂબી ગયું

surat : મનપા ( smc) દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરાઈ હતી કે, ફ્લડ ગેટ ( flood gate) ખોલી દેવાયા છે. જેથી પાણીનો નિકાલ થઈ શકે. તેમ વાવાઝોડાની ( cyclone) અસર હેઠળ પડેલા વરસાદમાં ચોમાસામાં ( monsoon) પણ પાણી નથી ભરાતાં તે વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા હતા. શહેરમાં રાજમાર્ગ, ચોક, ઉધના દરવાજા જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિવસભર કંટ્રોલ રૂમ ( control room) પણ ઠેકઠેકાણે પાણી ભરાયાં હોવાના કોલ આવ્યા હતા. મનપાએ ફ્લડ ગેટ ખોલ્યા હોત તો, પાણીનો નિકાલ પણ થઈ શક્યો હોત તે વાતમાં શંકાને સ્થાન નથી. સૌથી ગંભીર બાબત તો એ છે કે, વાવાઝોડાની આગાહી હતી એટલે વરસાદ પડે એ બાબત સામાન્ય હોવા છતાં ફ્લડ ગેટ ખોલવામાં આવ્યા ન હતા.

ફ્લડ ગેટ ખોલવામાં આવ્યા ન હતા

મારી પાસે અઠવા ઝોનની જવાબદારી છે અને મારા ઝોનમાં પાણી ભરાયાં ન હતાં. ફ્લડગેટ હજી સુધી ખોલવામાં આવ્યા નથી.
સિટી ઇજનેર, આશિષ દૂબે

ઉધના ઝોન: સોસિયો સર્કલ, ઉધના રોડ અરિહંત કોમ્પ્લેક્સ, જીવન જ્યોત ખાડી પાસે, મીરાંનગર, દક્ષેશ્વર મંદિર પાસે, ઉધના દરવાજા
સેન્ટ્રલ ઝોન: રૂદરપુરા, કાદરશા નાળ, છપ્પન ચાલ, સલાબતપુરા, ગાંધી બાગ, બહુમાળી રોડ, ભાયા મહોલ્લો નાનપુરા, ખ્વાજાદાના ન્યૂ રોડ, કમાલ ગલી, સાગર હોટલ પાસે
કતારગામ ઝોન: અમરોલી ભગુનગર, છાપરાભાઠા રોડ તુલસી રેસ્ટોરન્ટ પાસે, ઉત્રાણ હેલ્થ સેનટ્ર, કતારગામ મેઇન રોડ, વેડ રોડ પાસે, કાંસાનગર જંક્શન, જૂની ઝોન ઓફિસ, જૂની જીઆઇડીસી, નવી જીઆઇડીસી પાસે, રાશી સર્કલ પાસે, ધનમોરા ચાર રસ્તા પાસે, નગીના વાડી, અંબિકાનગર રોડ બાળાશ્રમ પાસે, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે સિંગણપોર રોડ, રમણ પાર્ક સોસાયટી, ભરીમાતા ફૂલવાડી રોડ, ભગુનગર-2 બાલાશ્રમ, કુબેર પાર્કની વાડી એ.કે.રોડ, અમરોલી નવી ઝોન ઓફિસ ચાર રસ્તા
વરાછા ઝોન-એ: સહરા દરવાજા ગરનાળા, લંબે હનુમાન ગરનાળા, સૂર્યપૂર ગરનાળા, અશ્વિનીકુમાર ગરનાળા, બોમ્બે કોલોની પાસે, લંબે હનુમાન રોડ, મોદી મહોલ્લો વોર્ડ ઓફિસ, સેન્ટ્રલ મોલ બરોડા પ્રિસ્ટેજનો રોડ, પુણા ઓફિસની બાજુમાં, પુણા શિવમ કોમ્પ્લેક્સ, ભૈયાનગર પુણા, સહજાનંદ સોસાયટી, કરંજ, સાંઇબાબા મંદિર પરવટ પાટિયા

સરથાણા ઝોન-બી: શ્યામમંદિરથી કામરેજ રોડ લસકાણા, ગઢપુર રોડ, સવાજી કોરાટ બ્રિજ, પરમ હાઉસ સર્કલ જલારામ ટોક, અંબુજાનગર મોટા વરાછા, નાના વરાછા હેલ્થ સેન્ટર, રામચોક મોટા વરાછા, મોટા વરાછા ચોરા ફળિયું, ઉગમનગર. દિવસભર મનપાને જર્જરિત દીવાલો, વિવિધ વિસ્તારોમાં હોર્ડિંગ્સ તેમજ પતરાં ઊડી જવાની ઘટનાના કુલ 68 જેટલા કોલ મળ્યા હતા.

Most Popular

To Top