Vadodara

શહેરમાં ર૪ કલાકમાં દોઢ ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

વડોદરા: છેલ્લા દિવસથી શહેરીજનો આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા હતા. વરસાદની શહેરમા ધીમીધારે એન્ટ્રી થઇ, ઘણાસમયથી હવામાન ખાતા દ્વારા વરસાદ આવશે તેવી આગાહી કરવામા આવતી હતી. પરતુમેઘરાજાએ મધ્ય ગુજરાત પર મહેર કરી ન હતી. કાળા ડિબાગ વાદળોની આકાશમા ઘેરાયેલુ રહેતુ. પરંતુ વરસાદ  આવતો ન હતો. ત્યારે રવિવારે સવારથી જ વડોદરા શહેર જિલ્લામા સાર્વત્રિક વરસાદ નોધાયો હતો. ધીમીધારે આવેલ વરસાદ ખેતીલાયક ગણાતો હોઇ ખેડુતોમા આનદની લાગણી ફેલાઇ છે.

હવામાન ખાતા દ્વારા ગુજરાતમા વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી હતી. મધ્યગુજરાતમા સહિત વડોદરામા છેલ્લા વીસ દિવસથી વરસાદે  વિરામ લીધો હતો. વચ્ચે છટોછવાયો વરસાદ આવો હતો. રવિવારના સવારથી જ ધીમીધારે વરસાદદની શરુઆતમા થતા જ વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. શહેર સહિત જિલ્લાના સાત તાલુકામા પણ સારો એવો વરસાદ પડયો હતો. શહેર જિલ્લામા થઇને દિવસ દરમિયાન ૧ર ઇચ જેટલો વરસાદ પડ્યો હતો. વડોદરા શહેરમાં 18 મીમી, કરજણમા ૭પમીમી, પાદરામા રર મી.મી., સાવલીમા ૧૬ મીમી, શિનોરમા ર૩ મીમી, વરસાદ નોધાયો હતો. કેટલાક સ્થળો પર ધોધમાર અને કેટલક સ્થળો પર છટક છટક અને ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. શહેર જિલ્લામા ર૪ કલાક દરમ્યાન રપ૮ મીમી વરસાદ નોધાયો હતો. શહેરમા પડી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને઼ મુશ્કેલી વેઠવી પડી હતી.

Most Popular

To Top