શહેરા: શહેરા પોલીસ મથક ખાતે ગ્રામ રક્ષક દળની ભરતીનો ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી રાત્રિ એ પણ મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનોની લાંબી લાઈન ભરેલ ફોર્મ જમા કરાવવા માટે લાગેલ હતી. પોલીસ મથક ખાતે ગ્રામ રક્ષક દળની ભરતીના 900થી વધુ ફોર્મ ભરાયા હતા. ગ્રામિણ વિસ્તારના બેરોજગાર યુવાનો નોકરી મળવાની તક ને લઈને પોલીસ મથક ખાતે ગ્રામ રક્ષક દળની ભરતીના ફોર્મ મેળવ્યા હતા. તાલુકાના મુખ્ય પોલીસ મથક ખાતે અનેક બેરોજગાર યુવાનોએ ગ્રામ રક્ષક દળ ભરતીના ફોર્મ મંગળવાર ના રોજ મેળવીને તે દિવસે અમુક યુવાનોએ ફોર્મ ભરીને જમા કરાવ્યા હતા.
જ્યારે ગુરૂવારના રોજ આ ભરતીનો ફોર્મ ભરવાના અંતિમ દિવસ હોવાથી તાલુકાના મુખ્ય પોલીસ મથક ખાતે સવારથી જ ઘણા બધા યુવાનો ભરેલ ફોર્મ પોલીસ મથક ખાતે જમા કરાવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેલા નજરે પડી રહયા હતા. પોલીસ મથક ખાતે અંધારૂ થઈ જવા છતાં ગ્રામ રક્ષક દળના ભરેલ ફોર્મ જમા કરાવવા માટે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનોની લાંબી કતારો લાગેલ હતી. ગ્રામ રક્ષક દળની ભરતીના ફોર્મ જમા કરાવવા માટે યુવાનોની લાગેલ લાંબી લાઈનને જોતા રાત્રીના 10:00 વાગ્યા કરતાં વધુ સમય સુધી કામગીરી ચાલી શકે તેવી શક્યતા જોવા મળી રહી હતી. મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનોએ નોકરી મળવાની અનેક આશા અપેક્ષા સાથે ગ્રામ રક્ષક દળની ભરતીમાં ફોર્મ ભર્યા હતા.