Gujarat

કેબીનેટમાં લીલીઝંડી બાદ અતિવૃષ્ટિથી પ્રભાવિત ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર થશે

સૌરાષ્ટ્રમાં સપ્ટે. માસમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. જેના પગેલ ખેડૂતોને સહાય કરવા રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે કેબીનેટ બેઠકમાં રાહત પેકેજ પર વિચારણ કરીને તેની જાહેરાત કરાશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સૌરાષ્ટ્રના જ ચાર જિલ્લાના વિવિધ તાલુકાઓના ધારાસભ્યોની રજૂઆત આવી હતી કે અમારા તાલુકામાં પણ ભારે વરસાદના કારણે નુકસાન થવા પામ્યું છે.

માટે અમારા તાલુકામાં પણ નુકસાનીનો સર્વે થવો જોઈએ. આ સર્વે પૂરો થઈ જતાં હવે આવતીકાલે આ રાહત પેકેજ જાહેર થઈ શકે છે. આ અંગે કૃષિ વિભાગ દ્વારા જાહેરનામુ પણ બહાર પાડી દેવાયું છે.

કૃષિ વિભાગ દ્વારા તેયાર કરાયેલા રાહત પેકેજ મુજબ ખેડૂતોને 33 ટકા જેટલું નુકસાન થયું હોય તેવા કિસ્સામાં પ્રતિ હેક્ટર 13,000 લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે. લઘુત્તમ 5000ની પણ સહાય આપવાની રહેશે. ઉપરાંત ખેડૂતોએ 25મી ઓક્ટો.થી 20મી નવે. સુધી ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલ પર અરજી કરવાની રહેશે

Most Popular

To Top