Vadodara

બે વર્ષથી વેપાર બંધ છે, હવે અમને બેસવાની મંજૂરી તો આપો!

વડોદરા: શહેરના ભૂતડીઝાંપા ખાતે શુક્રવારી બજાર ભરાય છે. છેલ્લા બે વર્ષથી  શુક્રવારી બજાર કોરો ના કારણે બંધ કરવામાં આવ્યું હતું. આજે પથ્થરવાળા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે ગયા હતા કે સરકાર દ્વારા બજારો ખોલી દેવામાં આવ્યા છે તો અમને બેસવાની મંજુરીની માંગ કરી હતી. શહેરના ભૂતડીઝાપ વિસ્તારમાં શુક્રવારી બજાર ભરાય છે જ્યાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડે છે. પરંતુ કોરોના મહામારીમાં કારણે મહાનગરપાલિકા દ્વારા અને પોલીસ દ્વારા શુક્રવારી બજાર છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવ્યું હતું. હવે જ્યારે કોરોના કેસમાં ઘટાડો થવાથી સરકાર દ્વારા બધું ખુલ્લું કરી દેવાયુ છે, શહેર નું ભરચક મંગળ બજાર, મોલ, મલ્ટીપ્લેક્સ, બાગ બગીચા.

ત્યારે ભુતરી જાપા ખાતે ભરાતું શુક્રવારે બજાર પણ ત્યાં પથ્થર વાળા ને બેસવા દેવામાં આવે તેની માંગ લઇને કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. નવાપુરા ગોદડીયા વાસ માં રેહતી મહિલાઓ છેલ્લા કેટલાક વર્ષથી ભુતડીજાપા ખાતે શુક્રવારી બજાર માં પથારા લગાવે છે. કોરોના મહામારી ના કારણે છેલ્લા બે વર્ષથી પાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યું હતું .હવે જ્યારે સરકાર દ્વારા બધું ખુલ્લું કરી દેવામાં આવ્યું છે. ત્યારે ભુતડીજાપા ખાતે શુક્રવારે બજારમાં અમને ધંધા માટે બેસવા દે તેની માંગ લઇને કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. મહિલાએ જણાવ્યું હતું કે કોરો કારણે ધંધા બંધ થઈ ગયા છે. અમે અમારા પરિવાર નું ગુજરાન કેવી રીતે ચલાવીએ.ભૂતડીઝાપ  ખાતે અમે ધંધો કરવા માટે બેસવું છે તો અમારા પોટલા લઈને અમને દંડા મારવામાં આવે છે. જેથી અમે કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે. ૨૫૦થી વધુ મહિલાઓ ત્યાં  વેપાર ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

Most Popular

To Top