સુરત (Surat): સીમાડાનાકા આશાદીપ વિદ્યાલયના (Ashadeep Vidhyalay) પાર્કિંગમાં આવેલ પતરાના રૂમમાં રહેતા સ્કુલ બસના ચાલકે કંટકટરને માથા, પીઠ, પેટ, મોંઢા તેમજ હાથ પગના ભાગે તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા ઝીંકી હત્યા કરી હતી.
- સીમાડાનાકા આશાદીપ વિદ્યાલાયના પાર્કિંગમાં બન્યો બનાવ
- બસ ડ્રાઈવરે કંડકટરના શરીર પર તીક્ષ્ણ હથિયારથી સંખ્યાબંધ ઘા માર્યા
- કંડકટર કલ્પેશ ઉપાધ્યાયની હત્યા કરી તેની લાશ એઈમ્સ હોસ્પિટલની બહાર ફેંકી દીધી
સરથાણા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સીમાડા નાકા આશાદીપ વિદ્યાલયના પાર્કિંગમાં સ્કુલ અને બસના ડ્રાઈવર અને કંડકટર માટે પતરાના રૂમ બનાવવામાં આવ્યા છે જેમાં રહેતા બસ ચાલક સુહીલ સુબેદાર સીંગએ ગઈકાલે રવિવારે તા. 15 જાન્યુઆરીની સવારે કંડકટર કલ્પેશકુમાર ઉપાધ્યાયને (ઉં.વ 35) માથા, પેટ, મોંઢા, પીઠ તેમજ હાથ-પગના ભાગ તીક્ષ્ણ હથિયારા ઘા મારી હત્યા કરી હતી. હત્યારા સુહીલ સીંગ કંડકટર કલ્પેશ ઉપાધ્યાયની લાશને એઈમ્સ હોસ્પિટલના દરવાજા પાસે ફેંકી ફરાર થઈ ગયો હતો.
હોસ્પિટલના દરવાજા પાસે કલ્પેશને ગંભીર હાલતમાં જોતા સારવાર શરુ કરે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે મૃતક કલ્પેશના ભાઈ પ્રતીકકુમાર ઉપાધ્યાય (રહે.. ગ્રીન તુલીપ રેસીડેન્સી કેનાલ રોડ જહાંગીરપુરા )ની ફરિયાદ લઈ સુહીલ સીંગ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાંડેસરામાં ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં યુવક ઉપર ચપ્પુથી હુમલો
સુરત: પાંડેસરા ગોવાલક રોડ વિસ્તારમાં રહેતા યુવકને અગાઉ ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં સમાધાન કરવાને બહાને પાંડેસરા સિધ્ધવિનાયક ફલેટની પાછળ આવોલા નાકોડા મેદાનમાં બોલાવી પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યાની કોશિષ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરાના ગોવાલક રોડ પર આશાપુરી સોસાયટીની પાછળ સનાતન ડાયમંડ નગરમાં રહેતા શિવા ભગવાન શાહુનો આગઉ ક્રિકેટ રમવા બાબતે દિપક પાંડે સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી દિપક પાંડેએ ગત તા 14મીના રોજ સાંજે સાંડા પાંચેક વાગ્યે શિવાને સમાધાન કરવાને બહાને પાંડેસરા સિધ્ધવિનાયક ફ્લેટની પાછળ આવેલ નાકોડ મેદાનમાં મળવા માટે બોલાવ્યા હતો. દરમ્યાન શિવા ત્યાં મળવા માટે જતા દિપક પાંડેએ તેની સાથે ફરીથી ઝઘડો કરી પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી લોહીલુહાણ કરી ભાગી ગયો હતો. શિવાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે શિવાના ભાઈ બલરામ શાહુની ફરિયાદ લઈ દિપક પાંડે સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.