દાહોદ: દાહોદ જિલ્લાના બસ ડેપો બારેમાસ નફો રળી આપે છે. કારણ કે દાહોદ સહિતના ત્રણ ડેપો પરથી રોજી રોટી માટેના રઝળપાટ અવિરત ચાલતો જ રહે છે. કોરોના કાળમાં પણ દાહોદ ડેપો પર ભીડ જામી રહી છે. ત્યારે આશ્ચર્ય એ વાતનું છે કે અહીંથી વધારાના રુટ શરુ કરવા પડ્યા છે. તેને કારણે ડેપોની રોજીંદી આવક પણ વધી ગઇ છે.જેથી જિલ્લાની માનવ શક્તિ બીજા જિલ્લામાં જ કામે લાગી રહી છે.
જેથી જિલ્લાના મહાનગરોમાં મજૂરી માટે જવા માટે દાહોદના બસ ડેપો પર રોજે રોજ ભીડ જામે છે. કોરોના કાળમાં કોઇ બીજાના ઘરે પણ જવામાં ભયભીત છે ત્યારે મજબુરીમાં જિલ્લાનો ગરીબ સપરિવાર રઝળપાટ કરી રહ્યો છે. વાહન વ્યવહાર વિભાગ પહોંચી નથી વળતો હોવાને કારણે હવે વધારાની બસો દોડાવવી પડી રહી છે. સત્તાવાર જાણકારી પ્રમાણે 10 રુટ એકસ્ટ્રા શરુ કરવા પડ્યા છે. જેમાં અમદાવાદ, ભુજ, સોમનાથ, જૂનાગઢનો સમાવેશ થાય છે.
બસ ડેપો પણ છલો છલ છે. ત્યારે કોરોનાનો ભોગ બનવુ પડે તો પણ પેટનો ખાડો પુરવા અને પરિવારનું ભરણ પોષણ કરવા માનવીએ મજબુર થઇને સામે મોત દેખાતું હોય પણ સફર કરવી પડે છે.આમ એક તરફ દાહોદ જિલ્લાના ગરીબો માટે રોજી રોટી માટેનો રઝળપાટ વર્ષોથી અભિષાપ દાહોદ ડેપો માટે આશીર્વાદ સમાન છે. કારણ કે આ રઝળપાટને કારણે જ દાહોદ ડેપો નાંણાકીય નુક્સાન થતુ નથી અને હંમેશા ફાયદો જ થતો રહે છે.