બિલ્ડરે પુત્રી સમાન યુવતી પર બળાત્કાર ગુજાર્યો – Gujaratmitra Daily Newspaper

Vadodara

બિલ્ડરે પુત્રી સમાન યુવતી પર બળાત્કાર ગુજાર્યો

વડોદરા: ઇલોરાપાર્ક આમ્રકુંજ સોસાયટીમાં રહેતો અને કાન્હા ગ્રુપ સાથે સંકળાયેલો નવલ ઠક્કર કન્સ્ટ્રક્શનના વેપાર કરે છે. તે સમાજમાં આગળ પડતી કામગીરી કરતો હોવાથી આ જ સમાજના એક પરિવારના પરિચયમાં આવ્યો હતો. સંસ્કારી પરિવારના મોભીએ માન આપતા ભેજાબાજ વારંવાર ઘરે અવરજવર કરતો હતો ત્યારે જુવાનજોધ ૧૯ વર્ષીય યુવતીને નિહાળી દાનત બગાડી હતી. સમાજના પ્રસંગો તથા અન્ય કામગીરી દરમિયાન અવાર નવાર મુલાકાત થતા ૪૦ વર્ષીય નવલ ઠક્કરની આખ ૧૯ વર્ષીય યુવતી સાથે મળી જતા મોબાઇલ નંબર ની આપલે કરીને વાતચીતનો દોર લંબાવતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના પગલે યુવતીના પિતાને શંકા જતા આધેડ બિલ્ડરને ઘરે આવવવાની સ્પષ્ટ ના ના પાડીને કોઈ પણ પ્રકારના સબંધ નહી રાખવા ચીમકી આપી હતી. ત્યાર બાદ નરાધમે માફી માંગતા જણાવ્યું હતું કે “મારે તમારી પુત્રી સાથે કોઈ ખરાબ સંબંધ નથી તે મારી પુત્રી સમાન જ છે”હવે પછી હુ કોઈ વાતચિત નહિ કરું.

જૉ કે બનાવના બે જ દિવસ બાદ પુત્રીનો મોબાઈલ ચેક કરાતા અનેક અસ્લિલ ફોટોગ્રાફ, નવલ ઠક્કરે કરેલા આઇ લવ યુ ના મેસેજ અને આરોપીને લખેલ લેટર મળી આવતા પિતાએ પુત્રીની પુછતાછ કરતા ચોકાવનારી કબુલાત કરી હતી. પ્રેમ પ્રકરણમાં માસુમ યુવતી પાછળ પાગલ બની ચુકેલા આરોપીએ યુવતીને ટ્યુશન ક્લાસ મા થી બારોબાર ફરવાના બહાને તેના અકોટા સ્થિત મકાન પર લઈ જતો હતો અને આપણે લગ્ન તો કરવાના જ છે તેવી લાલચ આપી ને અનેક વખત બળજબરી થી દુષ્કર્મ આચર્યું હોવાની કેફિયત પીડિતાએ પરિવારજનો સમક્ષ કરતા ચોંકી ઊઠયા હતા. જેમાં આરોપી નવલ ઠક્કરને એક સંતાન હોવા છતાં અને પોતે પરિણીત હોવા છતાં પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચે છેલ્લા એક વર્ષથી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હોવાની બાબત પરિવારજનો સમક્ષ કરતા ચોંકી ઊઠયા હતા.

સમગ્ર મામલે પિતાએ જેપી રોડ પોલીસ મથકમાં આરોપી કાન્હા બિલ્ડર્સના નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરાવતા પોલીસે આરોપીના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.તેમજ ભોગ બનનાર 19 વર્ષની યુવતીના મેડિકલ ચેકઅપ સહિતની કામગીરી હાથ ધરી છે. પોલીસે આરોપીના ઘરે જઈ તપાસ કરતા તે મળી આવ્યો ન હતો અને પોતાના ઘરેથી ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. સમગ્ર બનાવવામાં જાણીતા બિલ્ડર જૂથનું નામ ઉછળતા વડોદરાના બિલ્ડર સમૂહમાં પણ ભારે ચર્ચાનો વિષય છેડાયો છે. બિલ્ડરો લોબીમાં પણ આ શર્મ જનક ઘટના અંગે તરહ તરહની વાતો શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, સમાજના અગ્રણી ઉપર જે પરીવારે સ્વજન જેવો ભરોસો મુક્યો તે જ નરાધમે યુવતીની ઉગતી જીંદગીને વેરવિખેર કરી નાખી હતી. જેના પગલે એના જ સમાજના લોકો અગ્રણી ઉપર ભારોભાર તિરસ્કાર કરતા જોવા મળ્યાં હતાં.

Most Popular

To Top