દીકરીઓ સાથેની હેવાનિયત કાળજું કંપાવે છે….

રોજેરોજ હેવાનોની હેવાનિયત સભ્ય સમાજને શૂન્ય મનસ્ક કરી મૂકે છે. વાસનાભૂખ્યા વરુઓ તો શિકારી કૂતરાની જેમ હુમલાઓ કરે છે. હવે તો કાયદો પણ કડક સજાઓ કરે છે. પણ જયારે એક સ્ત્રી ( તે પણ માતા ! ) દિકરાના કુકર્મમાં સાથ આપે ત્યારે જગતનો નાથ પણ સ્ત્રીનું સર્જન કરીને પસ્તાતો હશે! સ્ત્રી જ સ્ત્રીનો સૌથી મોટો દુશ્મન ! ભુવાઓ પણ લોકોની અંધશ્રધ્ધાનો ભરપૂર લાભ લે છે. વિધિઓનાં બહાને દુષ્કર્મો આચરે છે. આશ્ચર્ય એ વાતનું થાય છે કે એક એક વર્ષ સુધી યૌનશોષણ થતું રહે છતાં મૌન ! સ્ત્રીઓ કે કિશોરીઓએ તેમની સાથે  આવો પ્રયાસ થતાં જ સમાજનો ડર રાખ્યા વગર આવા વરુઓ ને ખુલ્લા પાડવા જોઈએ. સમાજે પણ ભોગ બનનાર સ્ત્રીઓ કે દીકરીઓને સહાનુભૂતિ પૂર્વક, સ્વમાનભેર સ્વીકારવી, શોષણખોર સામે ભેગા મળી કાયદાની મદદથી સજા માટે તત્પરતા દાખવવી જરૂરી છે. ડૉ. લતીકા શાહ CSAPA ચાઈલ્ડ સેક્સ એબ્યુઝ પ્રિવેન્શન અવેરનેસ ચલાવી રહ્યા છે. જે અભિનંદનીય છે. દ. ગુજરાતની શાળાઓમાં વિનામૂલ્યે દીકરીઓ અને માતાને જાગૃત કરવાનું અદ્ભૂત કામ તેઓ કરી રહ્યાં છે. સમાજ આવાં કામોને વધુને વધુ સ્વીકારી, સહયોગી બને તો દીકરીઓને જાગૃત કરી, બચાવી શકાય. જયાં સુધી સમાજમાં સ્વંય જાગૃતિ ન આવે ત્યાં સુધી આવા હેવાનો , ભુવાઓ, તકસાધુઓ લાભ લેતાં જ રહેવાના અને દીકરીઓ ભોગ બનતી જ રહેવાની.
સુરત     – અરૂણ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top