Charchapatra

આંખોનું તેજ

આંખોનું તેજ ઘટે તો મોટી તકલીફ ઊભી થાય. આંખો વ્યક્તિત્વની ઓળખ છે. ચશ્માં પણ સુંદરતામાં વધારો કરે છે અને બધાં દૃશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્ત્રીની આંખો નીચે તરફ ઝૂકેલી હોય તો તે શરમાળ સ્વભાવની છે, એમ વ્યવહારમાં લોકો કહે છે. આંખો સ્ત્રી સ્વભાવની ઓળખ બને છે. આંખોમાં આંખો નાંખીને વાત કરવી એ સત્યની શક્યતાઓ વધારે છે. આંખો ફરકે એ માટે અનેકવિધ માન્યતાઓ પ્રવર્તમાન છે. જેમ કે, જો જમણી આંખ ફરકે તો ઈચ્છા પૂર્ણ થાય છે. ડાબી આંખ ફરકે તો સારા સમાચાર મળવાની શક્યતાઓ છે. કેટલીક વાર જો આંખો વધુ સમય ફરકે તો અશુભ પણ માનવામાં આવે છે. કોરોના સમયગાળામાં મોંઢા પર માસ્ક હોવાથી સૌએ આંખોના ભાવથી વ્યવહાર કર્યો. કહેવાય છે કે આંખો એ મન અને હૃદયનું પ્રવેશદ્વાર છે. મન અને હૃદયમાં રહેલા ભાવ આંખો દ્વારા જાણી શકાય છે. આંખોમાં આંસુ સુખ અને દુઃખ બન્ને પ્રસંગે આવે છે. પ્રેમભાવ, ચરિત્ર, કલા અને સમગ્ર મનોભાવ પણ આંખોમાં વ્યક્ત થાય છે.  આંખોના નંબર જો હોય તો સમય સમય પ્રમાણે ચશ્માં બદલતા રહીએ તો દુનિયા દર્શન થઈ શકે, બાકી આંખ ફરકે તે માટે શુભ-અશુભ એવી માન્યતાઓમાં ન પડીએ ઉત્તમ.
નવસારી – કિશોર આર. ટંડેલ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top