સાવલી: સાવલી નગરમાં રહેતો 23 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ યુવકનો પોલીસ મથકની સામે આવેલી બંધ પડેલ જીન ના ઓટલા પર મૃત હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે પોલીસે મૃતદેહનો કબજો લઈને તપાસ હાથ ધરી છે. સાવલી નગરમાં રહેતો સહલ સલીમ ખાન ચિંતામણી ઉંમર 23 રહે સાવલી પશુ દવાખાના પાસે ના ઑ સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા પણ આપતો હતો ગતરાત્રીના નવ વાગ્યાના સુમારે પોતાની મમ્મીને બજારમાં જઇને આવવાની વાત કરીને મોટરસાયકલ લઈને સાવલી બજારમાં ગયો હતો ત્યારબાદ મોડી રાત સુધી પરત ન ફરતા ઘરવાળાઓએ મોબાઇલ પર સંપર્ક કર્યો હતો પરંતુ યુવકનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.
વારંવાર પ્રયત્નો કર્યા છતાં સંપર્ક ન થતા પરિવારજનો સુઈ ગયા હતા અને સવાર સુધીમાં પણ યુવકનો પત્તો ન જડતા મૃતક યુવકના ભાઈ શોધખોળ કરવા માટે નીકળ્યો હતો તેવામાં સાવલી પોલીસ મથક નજીક આવેલી બંધ કપાસની જીન પાસે યુવકની બાઇક પડેલી હોવાનું કરતા જીન માં આવેલી બંધ ઓરડી ના ઓટલા પર મૃતક સહલ ચિંતામણી ઊંધો પડેલો જણાયો હતો તેના ભાઈ એ સીધો કરતા મૃત હાલતમાં મળી આવ્યો હતો અને મોઢામાંથી ફીણ નીકળેલું હોવાનું જણાઈ આવ્યું હતું જ્યારે શરીર પર કોઈપણ પ્રકારના ઇજાના નિશાન જોવા મળ્યા ન હતા બનાવના પગલે સમગ્ર નગરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને પોલીસને જાણ કરતાં પોલીસે મૃતક યુવક નો સબ નો કબજો લઈને પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે પોલીસે ફરિયાદી અનશભાઈ સલીમભાઈ ચિંતામણી હાલ રહે 06 આશિયાના બંગલો તાંદલજા વડોદરાની જાહેરાતના પગલે અકસ્માત મોત રજીસ્ટર કરી પીએમ કરાવી મોતનું ચોક્કસ કારણ શોધવા તજવીજ હાથ ધરી છે. યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નિપજતા મૃત્યુ બાબતે તર્ક-વિતર્ક ફેલાયા છે.