ભારતીય નૌકાદળના જવાન (nevy seeman ) ને ચેન્નાઈ થી અપહરણ કરી તેને જીવતો સળગાવી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના મહારાષ્ટ્ર (maharastra ) ના પાલઘર (palghar) જિલ્લાની છે. મૃતક 27 વર્ષીય સૂરજકુમાર દુબે (surat dubey) આઈએનએસ પાયોનિયર કોઈમ્બતુરમાં લીડરશીપ ટ્રેનિંગ એસ્ટાબ્લિશમેન્ટમાં કામ કરતો હતો. તે છેલ્લા 6 દિવસથી ગુમ હતો. શુક્રવારે મોડી સાંજે તે મુંબઇના નાળામાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. પરંતુ નૌકાદળની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું.
નૌકાદળનો સૈનિક સૂરજકુમાર દુબે 30 જાન્યુઆરીએ રજા ગાળ્યા બાદ ફરજ પર જોડાવા માટે કોઈમ્બતુર જઈ રહ્યો હતો. 30 જાન્યુઆરીની સાંજે તે રાંચીથી વિમાનમાં હૈદરાબાદ પહોંચ્યો હતો. પરંતુ તે રાત્રે અચાનક હૈદરાબાદથી ગુમ થઈ ગયો હતો. તેના બંને મોબાઈલ સતત સ્વિચ ઓફ આવતા હતા.
આ અંગે પરિવારના સભ્યો દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને પલામુ એસપીને જવાનને શોધવાની વિનંતી કરવામાં આવી હતી. પલામુ પોલીસે હૈદરાબાદ પોલીસનો સંપર્ક કર્યો અને જવાનને શોધવાની કોશિશ શરૂ કરી. દરમિયાન આ યુવાન મુંબઇમાં ઈજાગ્રસ્ત મળી આવ્યો હતો.
એવું કહેવામાં આવે છે કે યુવાન સૂરજકુમાર દુબે મુંબઇના પાલઘરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને જિલ્લા હોસ્પિટલ પાલઘરમાં દાખલ કરાયો હતો. જ્યાં ડોક્ટરોએ તેની ગંભીર હાલત જોઇને તેને નેવી હોસ્પિટલ મુંબઇ રિફર કરી હતી. પરંતુ અહીં બપોરે 1 વાગ્યાની આસપાસ તેને મૃત જાહેર કરાયો હતો.
અતિશય બળી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું.મુંબઇ પોલીસ સાથે વાત કર્યા પછી જાણવા મળ્યું કે સુરજને સળગાવવામાં આવ્યો હતો અને તેને ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. સૂરજના મેમાં લગ્ન કરવાના હતા.
પૂર્વ સમાજસેવક વિકાસ દુબેએ જણાવ્યું હતું કે, નૌકાદળના સૈનિક સૂરજનાં મોતનાં સમાચાર મળતાં જ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સૂરજ એકદમ હોશિયાર હતો. ગત 15 જાન્યુઆરીએ તેની સગાઈ થઈ હતી. તેના લગ્ન મે મહિનામાં થવાના હતા.
સૂરજ તેના ઘરના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. તેના પિતા ખેડૂત છે. સૂરજનું મોત આજકાલ એક કોયડો બની ગયું છે. હૈદરાબાદથી મુંબઇ પહોંચવું અને પછી તેની સળગેલી હાલતમાં લાશ નદીમાં મળવું ઘણા પ્રશ્નો ઉભા કરે છે.