Madhya Gujarat

પાઇપ લાઇન નાંખવાની કામગીરી માટે ખોદેલા ખાડામાં બાઇક ચાલક પડ્યો

દાહોદ : દાહોદ શહેરમાં આવેલ ગરબાડા ચોકડી સ્થિત પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલતી હતી અને આ કામગીરી છેલ્લા કેટલાંક સમયથી બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ સ્થળે ખોદવામાં આવેલ ઉંડા પાણી ભરેલ ખાડામાં એક મોટરસાઈકલ ચાલક ત્યાંથી પસાર થતાં અને અક્માતે આ ખાડામાં મોટરસાઈકલ સાથે પડી જતાં વિસ્તારમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતાં. સ્થાનીકો દ્વારા મોટરસાઈકલ ચાલકને ભારે જહેમત બાદ પાણી ભરેલ ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.        દાહોદ શહેર માત્રને માત્ર સ્માર્ટ સીટીના નામના સાથેજ રહી ગયું છે. સ્માર્ટ સીટીના નામે છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેરમાં ઠેક ઠેકાણે વગર પ્લાનીંગ, અધિકારી, કોન્ટ્રાક્ટરોના તાલમેલના અભાવે અને સુનીયોજીત આયોજનના અભાવે જ્યાં જુઓ ત્યાં આડેધડ સ્માર્ટ સીટીના નામ પાઈપ લાઈન નાંખવાની અને ગટર લાઈન નાંખવાની કામગીરીનું ખોદકામ કરી દેવામાં આવ્યું છે.

મુખ્ય માર્ગાેથી લઈ અનેક વિસ્તારોને ડાઈટઝન આપવામાં આવ્યાં છે. તહેવાર ટાણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. લોકોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આજે એક ઘટનાને પગલે એક મોટરસાઈકલના ચાલકો જીવ માંડ બચ્યો છે. જાણવા મળ્યાં
અનુસાર, દાહોદ શહેરમાં આવેલ ગરબાડા ચોકડી બ્રિજ નીચે પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી હતી પણ અગમ્ય કારણોસર આ કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ હતી. આ સ્થળે ઉંચો ખાડો ખોદી દેવામાં આવ્યો છે. આ ખાડાની આસપાસ પતરા લગાવી દેવામાં આવ્યાં છે.

આ સ્થળેથી એક મોટરસાઈકલ ચાલક ત્યાંથી પસાર થતાં અચાનક મોટરસાઈકલના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સાથે આ ખાડામાં ચાલક પડી ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને લોકોએ દોરડાની
મદદથી અને કોઈક તરવૈયાએ ખાડામાં પડી મોટરસાઈકલ ચાલક સ્થાનીકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.ઉપરોક્ત સમગ્ર ઘટનાને સંદર્ભે લાગતું વળગતું તંત્ર કેટલું જવાબદાર તે તો હવે જાહેર જનતાએ જ વિચાર કરવો રહ્યો. કારણ કે, હાલ દાહોદ શહેરની જે દિશા અને દશા છે તેનાથી સૌ કોઈ અવગત છે. દાહોદ શહેરની પ્રજામાં હવે આક્રોશ ચરમસીમાએ
પહોંચ્યો છે.

Most Popular

To Top