National

સૌથી વધુ પ્રદૂષણ ટીવી ડિબેટને કારણે ફેલાઈ રહ્યું છે, દિલ્હીની ખરાબ હવા પરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની ટકોર

દિલ્હી (Delhi) અને આજુબાજુના શહેરોમાં વાયુ પ્રદૂષણના (Air Pollution) ફેલાવાને પહોંચી વળવા માટેના પગલાં અંગે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ચાલી રહેલી સુનાવણી દરમિયાન બુધવારે એક રમૂજી ચર્ચા જોવા મળી હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટની બેન્ચે ટીવી મીડિયા (Tv Media) પર પ્રહારો કરવા ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારોની (State Government) ઝાટકણી કાઢી હતી. કોર્ટે સરકારો અને નોકરશાહીને પ્રદૂષણને પહોંચી વળવા પગલાં ન લેવા માટે સલાહ આપી હતી. આ ઉપરાંત કોર્ટે ટીકાકારોની પણ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તેઓ સ્ટાર હોટલોમાં બેસીને પરાળી સળગાવવા અંગે નિવેદનો આપતા રહે છે. 

મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની આગેવાની હેઠળની બેંચે કોઈપણ પગલાં લીધા વિના સંસ્થાઓની ટીકા કરનારાઓ પર પણ હુમલો કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ટેલિવિઝન પરની ચર્ચાઓ (Debate) કોઈપણ અન્ય માધ્યમ કરતાં વધુ પ્રદૂષણ ફેલાવે છે. કોર્ટે હવે આ મામલે આગામી બુધવારે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. 

કોર્ટે કહ્યું કે, તમે બધા કહો છો કે પ્રદૂષણ મુખ્યત્વે વાહનોને કારણે થાય છે. પરંતુ અત્યારે પણ દિલ્હીમાં મોટી સંખ્યામાં ઈંધણ વપરાશ કરતી કાર દોડી રહી છે. તેમને કોણ રોકશે? દિલ્હી સરકારનું કહેવું છે કે જ્યાં સુધી અન્ય રાજ્યો પગલાં નહીં લે ત્યાં સુધી તેમના પર પ્રતિબંધ મૂકવાનો અને ઘરેથી કામ કરવાનો કોઈ ફાયદો થશે નહીં. અમે આશા રાખીએ છીએ કે પેનલ દ્વારા આ અંગે ટૂંક સમયમાં કોઈ યોજના આપવામાં આવશે.

દિલ્હીમાં આંશિક લોકડાઉન લાગુ કરી દેવાયું

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં વધતા પ્રદૂષણના પગલે સખ્ત પગલાં લેવામાં આવ્યા છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, દિલ્હીમાં સ્કૂલ કોલેજ આગામી આદેશ સુધી સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. આવશ્યક સેવા સિવાય અન્ય ટ્રકોની એન્ટ્રી દિલ્હીમાં બંધ કરી દેવાઈ છે. 21 નવેમ્બર સુધી બાંધકામ પર પ્રતિબંધ મુકાયો છે. સરકારી કચેરીઓમાં 100 ટકા વર્ક ફ્રોમ હોમ લાગુ કરાયું છે. દિલ્હીમાં 1000 પ્રાઈવેટ સીએનજી બસ રસ્તા પર ઉતારવામાં આવશે. 15 વર્ષથી વધુ જૂના વાહનોની યાદી પોલીસને સોંપી દેવાઈ છે. વાહન પ્રદૂષણના સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ગેસ આધારિત સિવાયના ઔદ્યોગિક એકમો બંધ કરી દેવાયા છે. દિલ્હીમાં સરકાર 372 વોટર ટેન્કરથી છંટકાવ કરી રહી છે.

Most Popular

To Top