National

દિવાળી પહેલા મોંઘવારીનો મોટો આંચકો, LPGના ભાવમાં આટલો વધારો થયો

વધતી જતી મોંઘવારીએ (Inflation) સામાન્ય લોકોની કમર તોડી નાખી છે અને દિવાળી (Diwali) પહેલા લોકોને ફરી એકવાર મોંઘવારીનો ભારે ફટકો પડ્યો છે. નવેમ્બરના પહેલા દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ ગેસના (Gas) ભાવમાં વધારો કર્યો છે (LPG Price Hike) અને LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 265 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો છે અને ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દિલ્હીમાં સિલિન્ડરની કિંમત વધીને 1998 રૂપિયા થઈ ગઈ

265 રૂપિયાના વધારા બાદ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1998 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1733 રૂપિયા હતી. જ્યારે મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1950 રૂપિયા હશે, જ્યારે પહેલા તેની કિંમત 1683 રૂપિયા હતી. હવે કોલકાતામાં 19 કિલોનો ગેસ સિલિન્ડર 2073.50 રૂપિયાનો થઈ ગયો છે, જ્યારે ચેન્નાઈમાં હવે 19 કિલોનો સિલિન્ડર 2133 રૂપિયામાં મળશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે

આ દરમિયાન પેટ્રોલિયમ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 109.69 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલ 98.42 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 115.5 રૂપિયા અને ડીઝલની કિંમત 106.62 રૂપિયા છે. તે જ સમયે, કોલકાતામાં પેટ્રોલ 110.15 રૂપિયા અને ડીઝલ 101.56 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 106.35 રૂપિયા અને ડીઝલ 102.59 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

રેસ્ટોરન્ટમાં લંચ-ડીનર મોંઘા પડશે

શાકભાજી પહેલાંથી જ મોંઘા છે અને હવે રાંધણ ગેસ મોંઘો થતાં આ દિવાળીમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું પડશે. રેસ્ટોરન્ટના બિલ 10થી 15 ટકા વધી જશે. શાકભાજી, તેલ અને હવે રાંધણ ગેસની કિંમતો આસમાને પહોંચી હોઈ રેસ્ટોરન્ટ સંચાલકો ભાવ વધારવા મજબૂર બન્યા છે.

Most Popular

To Top