Charchapatra

સૌથી ઉત્તમ ધર્મનો ધંધો છે

તાજેતરમાં એક સમાચાર મળ્યા કે એક મંદિરના પૂજારીના ઘરમાં ઈડીએ રેડ પાડી તો એમને ત્યાંથી 150 કરોડના રોકડા રૂપિયા, 129 કિલો સોનું, 75 કિલો હીરા તેમજ અન્ય કીંમતી વસ્તુઓ પ્રાપ્ત થઈ. પછી આપણે જરૂર કહી શકીએ કે ધર્મ એક ધંધો છે. લોકોને આ લોકો મૂર્ખ બનાવે છે. ધર્મ માણસને અફીણની ગરજ સારે છે.    આટલા બધા બાપુએ આટલી બધી કથાઓ કરી છતાં આ જગત હજી સુધરી શક્યો નથી તેનું કારણ શું હોઈ શકે એ આપણે તપાસવું જ રહ્યું. કેટલાક ઉચ્ચ પ્રકારના સાહિત્યકારો પણ બાપુને ‘નમન ‘કરે છે ત્યારે મને એમના પ્રત્યે દયા આવે છે પણ એમને પણ સમજાવે?

સન્માન લેવા માટે બાપુના વખાણ કરતા કાવ્યો કે લેખો કે નિબંધો લખે છે. લોકો બાપુની પગ ચંપી કરે છે. ભલે તે બાપુ ચારિત્રહિન કેમ ન હોય! અમે તો આજના સાહિત્યકારો વામણા લાગે છે માત્ર એવોર્ડ લેવા માટે જ બાપુની પગ ચંપી કરતા જોવા મળે છે! જે ધર્મ ગુરુ મહિલાનું મોઢું જોવા ન માંગે તો એને કોણ સમજાવી શકે કે તને જન્મ આપનાર તો સન્નારી જ હતી. જે તારી મા હતી. મંદિરોમાં થતી પાપ લીલાના સમાચાર પણ આપણે સાંભળીએ છીએ છતાં આપણે સુધરી શકતા નથી. આપણે માણસ નહીં પણ પશુ છીએ!
અડાજણ, સુરત      – રમેશ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top